કેબિનેટની નિમણૂક સમિતિની મંજૂરી:ડોભાલ ત્રીજી વખત NSA, મિશ્રા ફરી PMના મુખ્ય સચિવ - At This Time

કેબિનેટની નિમણૂક સમિતિની મંજૂરી:ડોભાલ ત્રીજી વખત NSA, મિશ્રા ફરી PMના મુખ્ય સચિવ


નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ અજિત ડોભાલને સતત ત્રીજી વખત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) તરીકે નિમણૂક કરાયા છે. તેઓ ફરી એકવાર એનએસએ તરીકે જવાબદારી નિભાવશે. દરમિયાન, વડાપ્રધાનના મુખ્ય સચિવ પી.કે. મિશ્રા આગામી આદેશો સુધી તે જ પદ પર યથાવત્ રહેશે. તેમની નિમણૂક 10 જૂન 2024થી લાગુ થઈ ગઈ છે. પૂર્વ આઈએએસ ઓફિસર અમિત ખરે અને તરુણ કપૂર પણ આગામી આદેશ સુધી પીએમ મોદીના સલાહકાર તરીકે જવાબદારી નિભાવશે. પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટની નિમણૂક સમિતિએ આ બંને પદો પર સેવાના વિસ્તરણને મંજૂરી આપી છે. હવે અજિત ડોભાલ આગામી 5 વર્ષ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના પદ પર રહેશે. તેમને કેબિનેટ રેન્કના અધિકારીનો દરજ્જો મળ્યો છે, જે પહેલાં જેવો જ રહેશે. પી.કે. મિશ્રા વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)માં વહીવટી બાબતો અને નિમણૂકોનું ધ્યાન રાખશે. આ સિવાય અજિત ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા, સૈન્ય બાબતો અને ગુપ્તચર બાબતોની જવાબદારી સંભાળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.