કલ હમારા યુવા સંગઠન કોળી સેના ટીમ અને વીર માધાતા કોળી સંગઠન દ્વારા આગામી સમયમાં યોજાનારી શિહોર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2023 ના અનુસંધાને કોળી સમાજના આગેવાની એક અગત્યની મીટીંગ યોજાઇ - At This Time

કલ હમારા યુવા સંગઠન કોળી સેના ટીમ અને વીર માધાતા કોળી સંગઠન દ્વારા આગામી સમયમાં યોજાનારી શિહોર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2023 ના અનુસંધાને કોળી સમાજના આગેવાની એક અગત્યની મીટીંગ યોજાઇ


કલ હમારા યુવા સંગઠન, કોળી સેના ટીમ, વિર માંધાતા કોલી સંગઠન દ્વારા આગામી સમયમાં યોજાનારી *"સિહોર નગરપાલિકા સામાન્ય ચૂંટણી-૨૦૨૩ ના અનુસંધાને સિહોર શહેરમાં જુદા જુદા વિસ્તારમાં વસવાટ કરતા કોળી સમાજના આગેવાનો ની એક અગત્યની મીટીંગ નું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં કોળી સમાજના જુદા જુદા વિસ્તારોમાંથી વિવિધ સંગઠનો ના આગેવાનો તેમજ કોળી સમાજના યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા ત્યારે આ વખતે કોળી સમાજના લોકોમાં એકનવી રાજકીય ચેતના જોવા મળી હતી.
ઉપરાંત આજની કોળી સમાજની આ મિટિંગ નો મુખ્ય મુદ્દો નીચે મુજબ છે....
*(૧)- તમામ રાજકીય પક્ષો દ્વારા આગામી સમયમાં યોજાનારી "સિહોર નગરપાલિકા સામાન્ય ચૂંટણી-૨૦૨૩" માં કોળી સમાજને વસ્તીના પ્રમાણમાં પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવે અને વધુમાં વધુ ટિકિટો કોળી સમાજને ફાળવવામાં આવે.*
*___મુખ્ય આયોજક___*
*(૧)-શ્રી વિક્રમભાઈ બારૈયા* (કોળી સેના સિહોર શહેર પ્રમુખ)
*(૨)-શ્રી જયદીપભાઈ વાઘેલા* (કોળી સેના સિહોર ઉપપ્રમુખ)
*(૩)-શ્રી સુરેશભાઈ ચૌહાણ* (કલ હમારા યુવા સંગઠન સિહોર તાલુકા પ્રમુખ)
*(૪)-શ્રી વિનોદભાઈ સોલંકી* (કલ હમારા યુવા સંગઠન ભાવનગર જિલ્લા પ્રભારી)
*(૫)-શ્રી શૈલેષભાઈ ખસિયા* (વિર માંધાતા કોલી સંગઠન સિહોર પ્રમુખ) વગેરે જોડાયા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.