ધનસુરા શહે૨ ૨સ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ. - At This Time

ધનસુરા શહે૨ ૨સ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ.


આવતીકાલે ધનસુરા ખાતે બાયપાસ રોડ બનાવવા બાબતે રસ્તા રોકો આંદોલનના અનુસંધાને ધનસુરા મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી, ડી.વાય.એસ.પી., આર એન્ડ બી અધિકારી, ધનસુરા મામલતદાર, ધનસુરા પી.આઈ., ધનસુરા ટી.ડી.ઓ.શ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ધનસુરાના આગેવાનો જોડે રૂબરૂ મુલાકાત કરી રસ્તા રોકો આંદોલન બાબતે ચર્ચા કરતા સરકાર વતીથી પ્રાંત અધિકારીએ બાયપાસ રોડ મંજૂરી પૂર્ણ થવાને આરે છે અને ધનસુરા શહેરની ટ્રાફિકની સમસ્યા બાબતે ટૂંક સમયની અંદર જાહેરનામુ બહાર પાડી અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા કરી ટ્રાફિક ની સમસ્યાનો નિકાલ કરવાની ખાતરી આપી જેથી આવતીકાલે રસ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખેલ છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.