ધરમ કરતા ધાડ ચૂંટણી બોન્ડ ખરીદનાર ૧૩૦૦ કંપની ઓ હવે વેરા પ્રશાસન નાં નિશાને અધિકારી ઓની આગળ અને નેતા ઓની પાછળ ન ચાલવું જોઈ - At This Time

ધરમ કરતા ધાડ ચૂંટણી બોન્ડ ખરીદનાર ૧૩૦૦ કંપની ઓ હવે વેરા પ્રશાસન નાં નિશાને અધિકારી ઓની આગળ અને નેતા ઓની પાછળ ન ચાલવું જોઈ


ધરમ કરતા ધાડ ચૂંટણી બોન્ડ ખરીદનાર ૧૩૦૦ કંપની ઓ હવે વેરા પ્રશાસન નાં નિશાને

અધિકારી ઓની આગળ અને નેતા ઓની પાછળ ન ચાલવું જોઈ

ગુજરાતી માં કહેવત છે દાન સુપાત્ર જોઈ ને અપાઈ જાણી જોઈ ને કસાઈ વાડે ગાય નું દાન કરાય નહિ

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે થોડા મરે ?
ચૂંટણી પરિણામ પહેલા અવતારી પુરુષ નાં અગમ થી પુંજીપતિ ઓએ શેર બજાર માં રોકાણ કર્યું આ અંધ ભક્તિ જ છે ને ?

ચૂંટણી બોન્ડ ખરીદનારી ૧૩૦૦ કંપનીઓ હવે વેરા પ્રશાસનનાં નિશાને કર રાહતનાં દાવા સંબંધિત નોટિસો મળી અનેક દિગ્ગજ કંપનીઓ પણ સામેલ સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરબંધારણીય ઠરાવી દેવામાં આવેલા રાજકીય દાન માટેનાં સાધન ચૂંટણી બોન્ડનાં માધ્યમથી ભંડોળ આપનારી ૧૩૦૦ કંપનીઓ હવે કરવેરાનાં નિશાનમાં આવી ગઈ છે. આ કંપનીઓને રાજકીય દાન ઉપર કર-કપાતનાં દાવા સંબંધિત નોટિસો વેરા વિભાગે ફટકારી દીધી છે આ ૧૩૦૦ કંપનીઓમાં ઈન્ફોસીસ, એમ્બસી ગ્રુપ,મેઘા એન્જીનીયરિંગ, આદિત્ય બિરલા ગ્રુપ,
ઈલેક્ટોરલ બોન્ડની જાન્યુઆરી ૨૦૧૮થી શરૂઆતથી અત્યાર સુધીમાં રાજકીય પક્ષોએ રૂ. ૧૬,૫૧૮ કરોડનું દાન મેળવ્યું હતું. જો કે, ૧૫ ફેબ્રુઆરીના રોજ, દેશની સુપ્રીમ કોર્ટે બોન્ડને ગેરબંધારણીય ઠેરવ્યા હતા. જેનાથી કોર્પોરેટ દાતાઓમાં જે એસ ડબલ્યૂ સ્ટીલ, ટોરેન્ટ ફાર્મા, લ્યુપિન, ઈન્ટાસ, ભારતી એરટેલ અને એલેમ્બિક ફાર્મા જેવી અગ્રણી કંપનીઓનો સમાવેશ થાય છે. પણ તેમના યોગદાન પર ટેક્સની અસરો અંગે ચિંતા વધી હતી. મોટી-મોટી કંપની ઓએ આગામી બજેટમાં હસ્તક્ષેપ અને સંભવિત રાહતની માંગણી માટે નાણા મંત્રાલયનો સંપર્ક કર્યો છે. ચૂંટણી બોન્ડ એ દસ્તાવેજ છે જેનો ઉપયોગ બેરર બોન્ડ તરીકે થઈ શકે છે.કોઈપણ વ્યક્તિ, કંપની, પેઢી અથવા લોકોનું જૂથ ચૂંટણી દાન આપવા માટે તેને ખરીદી શકે છે. ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનાર વ્યક્તિ માટે ભારતીય નાગરિક હોવું અને કંપની અથવા સંસ્થા ભારતમાં નોંધાયેલ હોવી ફરજિયાત છે. આ બોન્ડનો ઉપયોગ કોઈપણ રાજકીય પક્ષને દાન આપવા માટે જ થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીને કુલ ૬,૯૮૬.૫ કરોડના ચૂંટણી બોન્ડ મળ્યા હતા, જેમાંથી ૨,૫૫૫ કરોડ ૨૦૧૯-૨૦માં પ્રાપ્ત થયા હતા. તૃણમૂલ કોંગ્રેસને ચૂંટણી બોન્ડ દ્વારા ૧,૩૯૭ કરોડ મળ્યા. બીજેપી પછી બીજા નંબરે સૌથી વધુ ચૂંટણી બોન્ડ મેળવનાર મમતા બેનરજીનો ટીએમસી પક્ષ છે. કોંગ્રેસે ચૂંટણી બોન્ડ દ્વારા કુલ ૧,૩૩૪.૩૫ કરોડ મેળવ્યા હતા. ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ, જે અગાઉ ટીઆરએસ હતી) એ ૧,૩૨૨ કરોડના મૂલ્યના બોન્ડ રિડીમ કરીને ચૂંટણી બોન્ડ મેળવનાર ચોથો સૌથી મોટો પક્ષ છે. દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) ને ચૂંટણી બોન્ડ દ્વારા ૬૫૬.૫ કરોડ મળ્યા, જેમાં લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિન્સ ફયુચર ગેમિંગ તરફથી ૫૦૯ કરોડનો સમાવેશ થાય છે. સમાજવાદી પાર્ટીને ૧૪.૦૫ કરોડ, અકાલી દળને ૭.૨૬ કરોડ, અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (એઆઈએડીએમકે) ને ૬.૦૫ કરોડ, નેશનલ કોન્ફરન્સને ૫૦ લાખ ચૂંટણી બોન્ડ દ્વારા મળ્યા હતા.બીજુ જનતા દળએ ૯૪૪.૫ કરોડ, યુવા શ્રમિક રાયયુ કોંગ્રેસ પાર્ટી (ઢચ્છ કોંગ્રેસ) ૪૪૨.૮ કરોડ, તેલુગુ દેશમ પાર્ટી ૧૮૧.૩૫ કરોડ ચૂંટણી બોન્ડ મળ્યા હતા
બહુજન સમાજ - પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ
ઇન્ડિયા, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ), અને ઓલ ઇન્ડિયા મજાલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન દ્વારા ફાઈલ કરવામાં આવેલા દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે તેઓને આના દ્વારા ધિરાણ આપવામાં આવશે. ચૂંટણી બોન્ડ મળ્યા નથી.
ફ્યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસીસ પી.આર., મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ક્વિક સપ્લાય ચેઇન. પ્રાઇવેટ લિમિટેડ, એસ્સેલ માઇનિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વેસ્ટર્ન યુપી પાવર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ, કેવેન્ટર ફૂડપાર્ક ઇન્ફ્રા લિમિટેડ, મદનલાલ લિમિટેડ,વેદાંતા લિમિટેડ, હલ્દિયા એનર્જી લિમિટેડ, ભારતી ગ્રુપ (ભારતી એરટેલ લિમિટેડ, ભારતી એરટેલ કરંટ એસી જીસીઓ, ભારતી ઇન્ફ્રાટેલ, ભારતી ટેલિમીડિયા સમાવિષ્ટ છે) આને કહેવાય ધરમ કરતાં ધાડ પડી દાન દઈ ને ઉપાદી ઓરી આ દાન કરતા ખુશામત ખોરી અંતે ભારે પડવા ની હતી વિદ્વાન વડીલો કહે છે કે અધિકારી ઓની આગળ ન ચલાઈ અને નેતા ઓની પાછળ રાજકોટ ગેમઝોન ટી.પી.ઓ સાગઠીયા ની અપ્રમાણસર ની મિલકત કંઈ નવી વાત છે સમગ્ર ગુજરાત નું સંચાલન કરતા આઉટ સ્ટેટ નાં સનદી અધિકારી ઓની મિલકત તપાસવા ની દરકાર કરાય છે ખરી ? અંધ ભક્તિ કરતા પુંજી પતિ ઓએ અવતારી પુરુષ નાં અગમ થી શેર માં રોકાણ કરી લેજો નો મમરો મૂકતા જ ચૂંટણી પરિણામ પહેલા ખૂબ શેર બજાર માં કરેલ રોકાણ ડૂબી ગયું આ અંધ ભક્તિ જ છે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે થોડા મરે ?

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.