જેતપુર તાલુકાના વાડાસડા ગામે ગોંડલિયા પરિવાર દ્વારા દેહદાન
🙏🏻દેહદાન-મહાદાન🙏🏻
આજ રોજ તા.19 મેં 2024 રવિવારના રોજ વાડાસડા ગામના સ્વ.ગોરધનભાઈ નાથાભાઈ ગોંડલિયા ઉ.વર્ષ 74 નું દુઃખદ અવસાન થયેલ છે.તેઓ શૈલેષભાઈ તથા મહેશભાઈ ના પિતાશ્રી થાય છે.સ્વ.ગોરધનભાઈનો પરિવાર સુરત મુકામે રહેતો હતો જ્યાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ચક્ષુદાન દેહદાનની પ્રવૃતિ ચલાવતી સંસ્થાના ડૉ.પ્રફુલભાઈ સિરોયા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વ.ગોરધનભાઈએ દેહદાનનો સંકલ્પ કરેલ હાલ તેઓ પોતાના વતન વડાસડા,જેતપુર મુકામે આવેલ અને સ્વ.ગોરધનભાઈનું અવસાન થયું આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સ્વ.ગોરધનભાઈના દેહદાન માટે ડૉ.પ્રફુલભાઈ સિરોયાનો સુરત મુકામે સંપર્ક કરેલ સુરતથી જેતપુરનું અંતર વધારે હોય જેથી સમયના અભાવના કારણે ડૉ.સિરોયા સાહેબે આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીનો આ પરિવાર સાથે સંપર્ક કરાવેલ આથી શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીએ G.M.E.R.S.મેડિકલ કોલેજ,પોરબંદરના ડૉ.મયંક જાવિયા સાહેબનો સંપર્ક આ પરિવાર સાથે કરાવી આપેલ અને પરિવારની પણ દેહદાન કરવાની ખુબ ભાવના થકી સમય મર્યાદાનું ચુસ્ત પાલન કરી આ પરિવારે નિયત સમયમાં સ્વ.ગોરધનભાઈનું દેહદાન તેમના પુત્ર શૈલેષભાઈના હસ્તે પોરબંદર સ્થિત મેડિકલ કોલેજને અર્પણ કરેલ.
મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દેહદાન ખૂબ અગત્યની જરૂરિયાત છે.દેહદાન કરેલા શરીર પર પ્રથમ વર્ષ એમબીબીએસના વિદ્યાર્થીઓ શરીર રચના શાસ્ત્ર વિષયમાં વિચ્છેદન પ્રક્રિયા શીખે છે અને સમગ્ર શરીર વિશે માહિતી મેળવે છે અને ભવિષ્યના ઉમદા ડોક્ટર બનવાની દિશામાં આગળ વધે છે.
આ રીતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સુરત,શિવમ્ ચક્ષુદાન આરેણા તેમજ જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ પોરબંદરના સતત સંપર્કમાં રહી ગોંડલિયા પરિવારે પોતાના પિતાના દેહદાનનો સંકલ્પ સાર્થક કર્યો.દેહદાન માટે જરુરી પ્રોસેસ અને સમય મર્યાદાનું ચુસ્ત પાલન ગોંડલિયા પરિવારે કરી અને માનવ કલ્યાણ અર્થેનું આ દેહદાન કરી તેમના પિતાશ્રીનો દેહ પાવન કર્યો છે.
આ તકે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સુરત,શિવમ્ ચક્ષુદાન આરેણા તેમજ G.M.E.R.S. મેડિકલ કોલેજ પોરબંદર આ પરિવારના વિચારને બિરદાવે છે અને સ્વ.ગોરધનભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે.
રિપોર્ટર સુદીપ ગઢીયા
9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.