ધંધુકાની પ્રજા ભર ઉનાળે પાણી માટે વલખા મારે છે.
ધંધુકાની પ્રજા ભર ઉનાળે પાણી માટે વલખા મારે છે.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા પાણીપુરવઠા દ્વારા ધંધુકા નગરપાલિકાને પાણી પૂરું ના પાડતા ધંધુકાની પ્રજા ભર ઉનાળે વલખા મારતી જોવા મળી રહી છે. સાત આઠ દિવસ સુધી પાણી ના આવવાની ગ્રામજનો ફરિયાદ કરી રહ્યા છે પણ સુધરાઈના અધિકારીઓનુ પેટનું પાણી પણ હાલતુ નથી.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં દર ઉનાળાની જેમ આ ઉનાળામાં શહેરના લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે ચૂંટણી પતી ખેલ ખતમ ! ભર ઉનાળે સાત થી આઠ દિવસે પાણી આપવામાં આવે છે તે પણ પૂરતા પ્રમાણમાં ન આપવામાં આવતું હોય તેવું શહેરીજનો જણાવી રહ્યા છે. અમદાવાદ પાણી પુરવઠા કચેરી દ્વારા ધંધુકા નગરપાલિકાને નર્મદા આધારિત કેનાલનુ પાણી આપવામાં આવે છે. પાણીપુરવઠા દ્વારા પમ્પીંગ સ્ટેશનોની મોટર બળી ગઇ છે, વીજળી નથી જેવા અવારનવાર બહાના બતાવી પાણી પુરવઠો અપાતો નથી. પ્રાપ્ત માહિત પ્રમાણે ધારાસભ્ય સહિતના હોદેદારોએ ઉચ્ચ રજુઆત કરતા છતાં વિસ્તારોમાં પાણી પૂરતા પ્રમાણમાં આવી રહ્યું નથી. જાણે તંત્ર પ્રજા રોડ પર આવશે ત્યારે આ સમસ્યાને ગંભીર રીતે લેશે કે શું તેવા પ્રશ્નો ગુંજી રહ્યા છે. આ મુદે ઉચ્ચ અધિકારીઓ વહેલી તકે કાયમી નિરાકરણ લાવે તેવી શહેરીજનોની માંગ છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.