દેવળીયા કન્યા કેળવણી અને શાળા અને આંગણવાડી પ્રવેશોત્સવ - At This Time

દેવળીયા કન્યા કેળવણી અને શાળા અને આંગણવાડી પ્રવેશોત્સવ


દેવળીયા કન્યા કેળવણી અને શાળા અને આંગણવાડી પ્રવેશોત્સવ

અમરેલી દેવળીયા કન્યા કેળવણી અને શાળા અને આંગણવાડી પ્રવેશોત્સવ અંતર્ગત આજરોજ તારીખ ૨૮/૦૬/૨૪ ના રોજ પ્રાથમિક શાળા દેવભૂમિ દેવળીયા ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવણી કરવામાં આવેલ જેમાં જે. ડી વાળા નાયબ બાગાયત નિયામકશ્રી અમરેલી, દીપકભાઈ વાળા સી આર સી મોટા ગોખરવાળા, સરપંચ પ્રતિનિધિ નાથાલાલ સુખડીયા, તાલુકા પંચાયત સભ્ય ભાવેશભાઈ સોલડીયા ઉપ સરપંચ ધર્મિષ્ઠાબેન સોલડીયા આરોગ્ય સબ સેન્ટર ના દિશાબેન અને ધનશયામભાઈ શાળા ના આચાર્ય હિતેષભાઇ, આઈ સી ડી એસ સુપરવાઈઝર દેવાંગીબેન ગોસ્વામી, શાળા ના શિક્ષકો, આંગણવાડી ના બહેનો, ગ્રામજનો અને બાળકો હાજર રહેલ.શાળા માં અને આંગણવાડી માં પ્રવેશતા બાળકોને બેગ,યુનિફોર્મ,પુસ્તક ની કીટ આપીને પ્રવેશ અપાયેલ.
ત્યારબાદ આંગણવાડી ખાતે બાળકોને કન્કુ પગલા કરીને આંગણવાડીમાં પ્રવેશ કાર્યક્રમ કરવામાં આવેલ.શાળા શિક્ષકો અને આંગણવાડી બહેનો દ્વારા વ્યવસ્થિત આયોજન થકી કાર્યક્રમ ને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.