મનપાના ભાડુતી દુકાનદારો સામે તંત્રએ સીલનું શસ્ત્ર ઉગામ્યુઃ ૩૩ દુકાનોના ૧ કરોડના ભાડા બાકી
મહાનગરપાલીકાની માલીકીના ૧૩ શોપીંગ સેન્ટરની ૩૧૪ જેટલી દુકાનો લાંબાગાળા માટે લીઝથી આપવામાં આવેલ છે. આ પૈકી ૬ શોપીંગ સેન્ટરના ૩૩ દુકાનધારકો લાંબા સમયથી દુકાન ભાડાની રકમ ભરપાઇ કરતા ન હોય, દુકાનધારકોને નોટીસ આપવામાં આવેલ જેની સામે આસામીઓ દ્વારા ભાડુ ભરપાઇ થયેલ ન હોય તેઓની દુકાનો ગુજરાત પબ્લીક પ્રિમાઇસીસ એકટ ૧૯૭ર ની કલમ-પ હેઠળ કાલે તા.૧ ઓગસ્ટથી આ દુકાનો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સીલ કરી તેનો કબજો રાજકોટ મહાનગરપાલીકા હસ્તક લેવા કાર્યવાહી કરવામાં આવશે.
જેમાં ઢેબર રોડ પર, પી.જી.વી.સી.એલ. ઓફીસ પાસે આવેલ શોપીંગ સેન્ટરની ૬ દુકાનોની ર૧.૦૬ લાખની ભાડાની રકમ લેણી છે, ગેલેકસી સીનેમા સામેનું શોપીંગ સેન્ટર રેસકોર્ષ રીંગ રોડ ઉરની પ દુકાનોના ર૪.૯૯ લાખના લેણા ભાડા પેટે બાકી છ.ે
જયારે ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર જયુબીલી માર્કેટ સામેની ૩ દુકાનોના ૧૪૬ લાખ, સુગર હાઉસ પાસેનું શોપીંગ સેન્ટર ત્રિકોણબાગ પાસેથી ૧ દુકાનના ૧પ૦ હજાર પણ લાંબા સમયથી ચુકવ્યા નથી.
ઉપરાંત જયુબીલી શોપીંગ સેન્ટર વિભાગ -બની ૮ દુકાનોના ૧૩ લાખ અને જયુબીલી શોપીંગ સેન્ટર વિભાગ-સી ની૧૦ દુકાનોના ૧૩ લાખ અને જયુબીલી શોપીંગ સેન્ટર વિભાગ-સીની ૧૦ દુકાનોના ૩૮.૦પ લાખનું ભાડુ બાકી છે.
આમ કુલ ૩૩ દુકાનોના ૯૯.૦૮ લાખની ભાડાની રકમ લંબા સમયથી ભરવાની બાકી હોય કાલથી મનપા સીલ મારી કબજો પરત લેવાની કાર્યવાહી કરના છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.