માતુશ્રી પુરીબાઈ હાઈસ્કુલ સામે આવેલ ગ્રાઊન્ડમાં માલધારીના ગાડરના જોકમાથી ઘેટાને ઉઠાવી લઈ જઈને દીપડાએ મારણ કર્યુ - At This Time

માતુશ્રી પુરીબાઈ હાઈસ્કુલ સામે આવેલ ગ્રાઊન્ડમાં માલધારીના ગાડરના જોકમાથી ઘેટાને ઉઠાવી લઈ જઈને દીપડાએ મારણ કર્યુ


ગોસા(ઘેડ) ગામે છેલ્લા વીસ દિવસમાં બે પશુઓના દીપડાએ મારણ કર્યા.દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભય ગોસા(ઘેડ) પોરબંદર તા.૨૭/૦૭/૨૦૨૩
પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારના દરિયાકાંઠાના ગામોમાં છેલ્લા કેટલાય દિવસોથી દીપડાના આંટાફેરા અને દેખા દેતા હોય ગોસા(ઘેડ) પંથકામાં દિપડાના સગડ મળતા અને પશુઓના મારણ કર્યાના બનાવો બનતા ગોસા(ઘેડ) પંથકના લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે.
ગઈ કાલે રાત્રીના સમયે ગોસા(ઘેડ) ગામે નેશનલ હાઈવે રોડ અડીને માતુશ્રી પુરીબાઈ હાઈસ્કુલ સામે આવેલ ગ્રાઊન્ડમાં માલધારી કોડીયાતર હીરાભાઈ રાજાભાઈ પોતાના ૧૦૦ થી ૧૫૦૦ જેટલા ગાડરના જોક રાખીને સુતા હતા. ત્યારે આ જોકમાંથી એક ગાડરને દીપડાએ મોડી રાત્રીના અચાનક દિપડો આવી ગાડર(ઘેટાં) ઉપર દિપડાએ હુમલો કરીને તેમને મારણ માટે ઉપાડી જઈ જોકથી થોડે દુર ઢસડી જઈને કારાભાઈ ઓડેદરાની વાડી ની વંડી ઠેકીને ઉપાડવાની કોષીશ કરી પણ ગાડરનું વજન વધુ હોય તેમજ વંડીની દિવાલ ઉંચે હોવાથી ગાડર (ઘેટુ)મોઢામાંથી મુકાઈ જતા અને માલધારી હીરાભાઈ જાગી જતાં હાકોટા પડકારા કરતા ગાડર ને મોઢાના ભાગેથી ઉપાડી જતા અને લોહી લુહાણ કરી મારી નાખતા ઘેટાનુ મારણ મુકીને કારાભાઈ ની વાડીની વંડીની દિવાલ ઠેકીને દીપડો નીકળી ગયેલ હતો,
થોડા સમય પહેલા પણ ગત તા. ૦૫/૦૭/૨૦૨૩ ને બુધવારના સવારે હાજાભાઈ અને તેમનો પરીવાર ભેંસો અને ગાય ને દોહવા આવ્યા તો નાનો વાછડો જે જ્ગ્યાએ બાધેલ ત્યાં નજરે ના દેખાતાં આજુબાજુ તપાસ કરી પણ ક્યાય ન મળેલ. અને અંતે વાછરડાને બાંધેલ જગ્યાએ થી ઢ્સરડાના નિશાન જોતા અને તેમા દિપડના પગના નિશાન દેખાતા અંતે વાડીના છેવાડે પથ્થરની વંડીની ઓથમાં લીમડાના વ્રુક્ષ ને નીચે લઈ જઈને દિપડાએ મારણ કર્યાનુ નજરે આવેલ. ગોસા(ઘેડ) ના ખેડુત હાજાભાઈ હરદાસભાઈ આગઠ ના વાછરાડાનુ મારણ કરેલ. ત્યારે હાજાભાઈએ ગોસા(ઘેડ) સામાજીક કાર્યકર વિરમભાઈ આગઠ ને આ બાબતની જાણ કરતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી જઈને તપાસ કરતાં વાછરડાને દીપડાએ મારણ કરેલ હોવાનુ જણાય આવતા વિરમભાઈ એ ફોરેસ્ટ વિભાગને જાણ કરેલ છે.
કહેવાય છે કે જ્યા દિપડાએ પશુનુ મારણ કરેલ હોય ત્યા ફરી પાછો જતો હોય છે. ત્યારે ગોસા(ઘેડ) મા પણ આવુ જ બનેલ. બીજે દીવસે પણ જ્યાં વાછરડાનુ મારણ પડેલ ત્યાં મોડી રાતના ૧ વાગ્યા બાદ હાજાભાઈ અને તેમના પિતા હરદાસભાઈ સુઈ ગયા પછી ફરી દીપડો આવીને વાછરડાના મારણને ઉપાડી ગયેલ. ત્યારે આજે ફરી ૨૦ દિવસ બાદ માલધારી હીરાભાઈના ઘેટાનુ મારણ કરીને દિપડો નીકળી ગ્યો હતો આમ દિપાડાના ગોસા(ઘેડ)મા આંટા ફેરા વધી જતાં ગોસા ઘેડ પંથકના લોકોમાં ભય ફીલાયો છે. જોકે આ વિસ્તારના ફોરેસ્ટના જવાબદાર અધીકારીઓ ભર નિંદ્રામાં હોય તેમ ક્યારેય ડોકાતા જ નથી તેવો શુર પણ લોકોમાથી ઊઠવા પામ્યો છે ત્યારે ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપી પશુઓ યા કોઈ માનવીને દીપડો પરેશાન કરે વધુ જાનહાની કે માનહાની કરે તે પહેલા ફોરેસ્ટ ના સતાવાળાઓ પાંજરૂ ગોઠવી દીપડાને કબ્જે કરે તેવી માંગ ગોસા(ઘેડ) ગ્રામમજનોમાથી બુલંદ ઉઠી છે.
રિપોર્ટર :- વિરમભાઈ કે આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.