બોટાદ શહેરમાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી ટીમ - At This Time

બોટાદ શહેરમાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી ટીમ


રિપોર્ટર:-ચેતન ચૌહાણ
ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ,ભાવનગરનાઓની સુચના મુજબ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બળોલીયા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.શાખાના I/C પોલીસ ઇન્સપેકટર,એમ.જી.જાડેજા ની સુચના હેઠળ બોટાદ જીલ્લામાં મેડીકલ ડિગ્રી વગર પ્રેકટીસ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના કરેલ હોય જે સુચના અન્વયે એસ.ઓ.જી. શાખાના ફરજ બજાવતા સ્ટાફની અલગ અલગ ટીમની રચના કરવામાં આવેલ.જે અન્વયે ગઇ કાલ તા:-૨૫/૦૭/૨૦૨૪ ના રોજ બોટાદ એસ.ઓ.જી.શાખામાં ફરજ બજાવતા અગરસંગભાઇ પ્રતાપભાઈ મકવાણા વાળાઓને ખાનગી રાહે બાતમી મળે કે બોટાદ ટાઉન વિસ્તારમાં મુસ્લિમ સોસાયટી, જુના કબ્રસ્તાન પાસે, ઇમાન મસ્જિદ પાસે રહેતો યાકુબખાન યુસુફખાન પઠાણ રહે. બોટાદ, મહમદ નગર, સાળંગપુર રોડ વાળો પોતે કોઇપણ જાતની ડિગ્રી વગર પોતાની ડોક્ટર તરીકે ઓળખ આપી પોતે ડોક્ટર હોવાનુ જણાવી પ્રાઇવેટ દવાખાનુ ચલાવે છે. જેથી એસ.ઓ.જી.શાખાના હેડ.કોન્સ જયેશભાઇ ગભરૂભાઇ ધાધલ તથા હેડ.કોન્સ. દિલીપસિંહ મહોબતસિંહ ટાંક તથા મેડીકલ ઓફિસરની સાથે રાખી સ્થળ ઉપર જઇ તપાસ કરતા યાકુબખાન યુસુફખાન પઠાણ ઉ.વ.આ.૩૨ રહે. બોટાદ, સાળંગપુર રોડ, મહમદનગર-૦૨, ઝુલેખા મસ્જિદની બાજુમાં તા.જી.બોટાદવાળો પોતાના મકાનમાં દવાખાનુ ચલાવી જુદા જુદા દર્દો મટાડવાની એલોપેથિક ટીકડીઓ તથા જુદા-જુદા દર્દો મટાડવાના ઇંન્જેક્શનો તથા ઇન્જેકશન આપવાની સીરીજ તથા ગ્લુકોઝના નાના મોટા પ્રવાહી ભરેલા બાટલાઓ તથા નીડલ તથા બીપીમીટર મળી કુલ રૂ. ૨૦૬૫૦.૨૪/ નો મેડીકલ પ્રેક્ટીસને લગતો સામાન મળી આવતા મજકુર વિરૂધ્ધ મેડીકલ ઓફિસરને સાથે રાખી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.