મેંગો માર્કેટ પાસેની જમીનનો વિવાદ: હાઇકોર્ટ ખફા, - At This Time

મેંગો માર્કેટ પાસેની જમીનનો વિવાદ: હાઇકોર્ટ ખફા,


શહેરમાં લાંબા સમયથી જે ચર્ચા ચાલી આવી રહ્યો છે. તે મેંગો માર્કેટ પાસેની જમીનના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. કેસ હાઇકોર્ટમાં જતા હાઇકોર્ટએ ફરિયાદ નોંધો નહિતર ફરિયાદ ન નોંધવાનું કારણ આપો તેવો બિલ્ડરો વિરુદ્ધ અને ખેડૂત અરજદારની તરફેણમાં આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, જે વિવાદમાં થોડા સમય પહેલાં ગેરકાયદે કબ્જાની ફરિયાદ કરી છે તે બિલ્ડરો જ ભૂમાફિયા હોવાની અરજી થઈ હતી અને હવે હાઈકોર્ટે ગુનો નોંધવા અથવા તો ન નોંધવાનું કારણ આપવા પોલીસને હુકમ કર્યો છે. જેને પગલે બિલ્ડર તરફે સન્નાટો વ્યાપી ગયો છે.
સમગ્ર વિવાદને સમજીએ તો, જ્યાં સુધી આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા છે તે મુજબ, મેંગો માર્કેટ પાસે આવેલી સરવે નંબર 37 પૈકીની ચાર એકર આ જમીન છે. જેમાં બિલ્ડરો દ્વારા હજુ થોડા દિવસ પહેલાં ખેડૂત અને અન્ય લોકો સામે એફઆઈઆર ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. બિલ્ડરોની ફરિયાદ એવી હતી કે, ત્યાં સુરક્ષાની દ્રષ્ટિએ ફિટ કરવામાં આવેલા સીસીટીવી કેમેરા તોડવામાં આવ્યા છે. જેથી પોલીસે ખેડૂત સહિતના લોકો સામે ગુનો નોંધ્યો છે. જે જમીન ખાતે સીસીટીવી તૂટ્યા તે જમીનના મૂળ માલિક અને ખેડૂતને જ એફઆઈઆરમાં આરોપી બનાવાયા હતા.
આ પહેલા એફઆઈઆરમાં જે આરોપી છે તે ખેડૂત દિલીપભાઈ કરશનભાઈ મકવાણા(રહે. રાધે એપાર્ટમેન્ટ, જીવરાજ પાર્ક)એ પોલીસ કમિશનર અને બી-ડિવિઝન પોલીસને અરજી આપી દીધી હતી. તેની અરજીમાં આક્ષેપ હતો કે, બિલ્ડર કમ ભૂમાફિયાઓએ તેમની સાથે છેતરપિંડી કરી છે. તેની જમીન હડપ કરવાનો પ્રયાસ કર્યો છે. ખેડૂતની અરજીમાં આરોપી તરીકે સંજય ઈશ્વર ઘાટલિયા, રસિક અરજણ ભલગામા, દિનેશ નાનાલાલ ચૌહાણ, મનસુખ શિવા તલસાણિયા, હંસાબેન વિનોદ કોશિયા, પ્રફુલ હિરા નળિયાપરા અને ગોવિંદ છગન લાઠિયાના નામ આપ્યા હતા. આ આરોપીઓ વિશ્વાસઘાત, છેતરપિંડી અને ધાક-ધમકીથી તેની માલિકીની જમીન કબજે કરવાનો પ્રયાસ કરે છે. પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ અરજી થઈ છતાં ગુનો નહોતો નોંધાયો. જેથી ખેડૂત દિલીપભાઈએ અંતે હાઈકોર્ટનું શરણ લીધું છે. હાઇકોર્ટ સમક્ષ અરજી કરેલ. જેમાં આક્ષેપ હતો કે, બિલ્ડરો ભૂમાફિયા છે. જમીન પડાવી લેવા માગે છે. તે અરજીમાં કોઈ પગલાં ન લેવાયા. પણ ખેડૂત સામે ફરિયાદ નોંધાઇ ગઈ.
હાઈકોર્ટમાં આ અરજી ચાલી જતા તા. 28/8/2024ના રોજ હાઈકોર્ટે એવો હુકમ કર્યો છે કે, ગુનો નોંધવા મામલે સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવું જોઈએ. આ કેસમાં અરજદારે ગુનો નોંધવા માટે રજૂઆત કરી છે. જેથી એફઆઈઆર નોંધવી જોઈએ. ઉપરાંત જો પોલીસને તપાસમાં એવું જણાય કે, કોઇ ગુનો નોંધી શકાય તેમ નથી. તો પછી પોલીસે ચાર સપ્તાહની અંદર લેખિતમાં અરજદારને ક્યાં કારણોસર ગુનો ન નોંધાય. તેના કારણો આપવા જોઈએ.
હાઈકોર્ટના આ આદેશ પછી જે મુદ્દો રાજકોટ ભરમાં ચર્ચા હતો. તે વધુ ચર્ચાસ્પદ બન્યો છે. હવે આગળ પોલીસ ગુનો નોંધે છે કે પછી તેના કારણો આપશે તે જાણવા બિલ્ડર લોબીમાં ભારે ચર્ચા છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.