જસદણમાં ગોંડલ નાગરિક બેંક ચુંટણી અંગે ભાજપની બેઠક: ભાજપ પ્રેરિત પેનલને મત આપવા હાકલ કરાઇ
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
સૌરાષ્ટ્રના રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચાસ્પદ અને ચકચાર જગાવનાર ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી આગામી તા.૧૫ ને રવિવારના રોજ યોજાવા જઈ રહી છે. ત્યારે આ સંદર્ભે જસદણ માર્કેટયાર્ડ ખાતે ભાજપના અગ્રણીઓની એક બેઠક યોજાય હતી. જે રવિવારના રોજ હતી આ બેંકની ચૂંટણીમાં ભાજપ તરફી વધું ને વધું મતદાન થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જસદણ પંથકમાં ગોંડલ નાગરિક બેંકના અંદાજિત ૨૨૦૦ સભાપદો છે તેને લઈને અને બેંકના સભાપદો ભાજપ તરફી ઝૂકે તેથી આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પક્ષના આગેવાનો તનમન અને ધનથી જોડાશે અત્રે નોંધનીય છે કે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી રવિવારે યોજાનાર છે. જેમાં રાજકિય માથાંઓએ ઉમેદવારી નોંધાવતા ચોમાસામાં રાજકિય માહોલ ગરમાયો છે. સામાન્ય રીતે બેંકની ચૂંટણીનું ખાસ રાજ્કીય મહત્વ હોતું નથી પણ હાલમાં રાજ્કીય માહોલ સખત ગરમ છે. ઉલ્લેખનીય છે કે ગોંડલના ધારાસભ્ય ગીતાના જાડેજા અને પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સુપુત્ર ગણેશભાઈ એ જેલમાંથી ઉમેદવારી પત્રક ભર્યું હોવાથી આ ચૂંટણી અંગે ભારે ઉત્તેજના છવાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.