શ્રી ધર્મભક્તિ જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા સૂર્યગ્રહણ જાણો અને માણો કાર્યક્રમ યોજયો
*શ્રી ધર્મભક્તિ જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા સૂર્યગ્રહણ જાણો અને માણો કાર્યક્રમ યોજયો*
ગુજરાત કાઉન્સીંલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મભક્તિ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા શ્રી સોમનાથ મંદિર પાસે આવેલ સમુદ્ર દર્શન પથ વે પર સૂર્યગ્રહણ જાણો અને માણો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં આજના દિવસે થયેલ સૂર્યગ્રહણને નિહાળવા માટે ની વ્યવસ્થા લોકોના કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સોમનાથ આવતાં યાત્રિકો એ બહોળી સંખ્યામાં ભાગ લીધેલ.
આ અંગે માહિતી આપતા લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર નરેશભાઈ ગુંદરણીયા એ જણાવેલ કે આ વર્ષનું છેલ્લું આંશિક સૂર્યગ્રહણ દિવાળીની સાથે 25 ઓક્ટોબરે છે. તો ચાલો જ્ઞાનનો દીવો પ્રગટાવીએ આંશિક સૂર્યગ્રહણ ગુજરાત અને દેશના પશ્ચિમ ભાગમાં જોવા મળશે.આંશિક સૂર્યગ્રહણ પૃથ્વીના ધ્રુવીય પ્રદેશોમાં થાય છે જ્યારે ચંદ્રના પડછાયાનું કેન્દ્ર પૃથ્વીથી ચૂકી જાય છે.આ આંશિક સૂર્યગ્રહણ ગુજરાતના તમામ ભાગોમાં દેખાશે. આંશિક ગ્રહણ સાંજે 4.38 કલાકે શરૂ થાય છે અને મહત્તમ ગ્રહણ સાંજે 5.37 કલાકે થશે. આંશિક ગ્રહણ સાંજે 6.03 કલાકે સમાપ્ત થશે. આ એક ખૂબજ લાંબુ આંશિક ગ્રહણ છે, જેમાં 1 કલાક 52 મિનિટ સૂર્ય,પૃથ્વી અને ચંદ્ર. વચ્ચે સંતાકૂકડી ની રમત છે. ગુજકોસ્ટ અને લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગ્રહણને સમજવા, ગ્રહણના સમય પહેલા તેની વૈજ્ઞાનિક શોધ અને ગ્રહણના સમયગાળા દરમિયાન જોવામાં આવનાર આઉટરીચ પ્રવૃત્તિઓના સમૂહ પર વિશેષ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
ગ્રહણ એ સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેની કુદરતી ખગોળીય ઘટના છે. કેટલીકવાર જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી બધા એક રેખામાં હોય છે, જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે, અને તેથી પૃથ્વી પર પડછાયો નાખે છે. જેના કારણે સૂર્ય ગ્રહણ આંશિક અથવા પૂર્ણ થાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.
સૂર્યગ્રહણ એ એક આકર્ષક અવકાશી ઘટના છે. સૂર્યગ્રહણના અવલોકન માટેનો નંબર વન નિયમ એ છે કે યોગ્ય ફિલ્ટરનો ઉપયોગ કરીને વ્યક્તિની આંખોનું રક્ષણ કરવાની ખાતરી કરવી.
જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મોટી સંખ્યામાં બાળકો અને સામાન્ય જનતા ને આંશિક સૂર્યગ્રહણનુ મંગળવાર, 25મી ઓક્ટોબર 2022ના રોજ સાંજે 4.00 વાગ્યાથી સૂર્યગ્રહણના સુરક્ષિત નિહાળવા માટે ગ્રહણની પ્રવૃત્તિઓ અને સતત ગ્રહણનું લાઇવ સ્ટ્રીમિંગ કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું વિજયસિંહ ડોડીયા દ્વારા કરવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.