લવાણા ગામે બાઈક ચાલકને અડફેટે લેનાર વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ
મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના લવાણા ગામ પાસે બાઈક ચાલકને અડફેટે લેનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ બાકોર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઇ હતી.પ્રાપ્ત વિગત અનુસાર લવાણા ગામ નજીક ફરિયાદીના ભાઈ રોડની બાજુમાં બાઈક લઈને ઉભા હતા તે સમય દરમિયાન એક ઇસમ ગફલતભરી રીતે ગાડી હંકારીને આવતા બાઈક ચાલકને અડફેટે લેતા તેમને ઈજાઓ પહોચી હતી.જયારે સારવાર દરમિયાન બાઈક ચાલકનુ મોત નીપજ્યૂ હતુ.આ સમગ્ર બનાવને લઈને બાકોર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઇ હતી
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.