*શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત પારેખ મહેતા હાઇસ્કૂલ તથા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ પર્વ ઉજવાયું* - At This Time

*શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત પારેખ મહેતા હાઇસ્કૂલ તથા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ પર્વ ઉજવાયું*


*શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત પારેખ મહેતા હાઇસ્કૂલ તથા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ પર્વ ઉજવાયું*

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત પારેખ મહેતા હાઇસ્કૂલ અને પ્રાથમિક શાળામાં તારીખ 23/7/24 ના રોજ વૃક્ષારોપણ પર્વ ઉજવાયું હતું. સંચાલક મંડળના પ્રમુખ શ્રી કિરીટભાઈ મહેતા તેમજ મંત્રી શ્રી યોગેશભાઈ ગોરડીયાની નિશ્રામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી વિમલભાઈ અગ્રાવતે કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન અને સહયોગ RFO શ્રી મકરાણી સાહેબે આપ્યો હતો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી શાળાના પરિસરમાં વાવવા માટે તેમજ જે બાળકોના ઘરે વૃક્ષ વાવવાની સુવિધા હોય એવા બાળકોને ઘરે લઈ જવા માટે નિઃશુલ્ક 500 જેટલા રોપાઓ પૂરા પાડવામાં આવ્યા હતા. ઉપરાંત સંચાલક મંડળે પોતાની રીતે પણ ફૂલ છોડના રોપાની ખરીદી કરી અને બાળકોને વિતરણ કર્યું હતું. 400 થી પણ વધુ બાળકોને રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળા પરિસરમાં 100 વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સંચાલક મંડળ દ્વારા વૃક્ષારોપણ માટે સહયોગ બદલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી એસ.એમ.મકરાણી તેમજ બાબરકોટ નર્સરીના પરેશભાઈ વાઘેલા નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.