વકતૃત્વ સ્પર્ધામાં બોટાદ માલધારી સમાજનું ગૌરવ ઈશા નાંગર - At This Time

વકતૃત્વ સ્પર્ધામાં બોટાદ માલધારી સમાજનું ગૌરવ ઈશા નાંગર


(અજય ચૌહાણ)
સેવ ભારત એન્ડ સેવ કલ્ચર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે ગુજરાત સાંસ્કૃતિક સ્પીકર વકતૃત્વ સ્પર્ધાનું રાજ્યની વિવિધ કોલેજો,યુનિવર્સિટીઓમાં ભવ્ય આયોજન કરવામાં આવે છે.હાલમાં જ 2025 ની આ ઈવેન્ટમાં બોટાદની ઈશા રત્નાકર નાંગરએ ગાંધીનગરની ટીચર યુનિવર્સિટીમાંથી ભાગ લઈ રોકડ પુરસ્કાર મેળવેલ છે, તથા ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ પ્રેરિત વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ વકતૃત્વ સ્પર્ધામાં ઝોન કક્ષાએ પ્રતિનિધિત્વ કરી શિલ્ડ,સર્ટિ.અને પાંચ હજારનો રોકડ પુરસ્કાર જીતી ટીચર યુનિવર્સિટીનું,બોટાદનું અને માલધારી સમાજનું ગૌરવ વધાર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image