ઓડિસાથી ટ્રેનમાં ભુલા પડેલ મહિલાનુ આશ્રયસ્થાન બન્યુ "સખી વન સ્ટોપ સેન્ટર - At This Time

ઓડિસાથી ટ્રેનમાં ભુલા પડેલ મહિલાનુ આશ્રયસ્થાન બન્યુ “સખી વન સ્ટોપ સેન્ટર


*ઓડિસાથી ટ્રેનમાં ભુલા પડેલ મહિલાનુ આશ્રયસ્થાન બન્યુ "સખી વન સ્ટોપ સેન્ટર"*
*****************
સાબરકાંઠા જિલ્લામાં સખીવન સ્ટોપ સેન્ટર હિંમતનગર દ્રારા ઓડિસાથી ટ્રેનમાં ભુલા પડેલ માનસિક બિમાર મહિલાને આશ્રય આપી માનવતાનું ઉદાહરણ પૂરુ પાડ્યુ છે.
વાત કંઈક એવી છે કે મહિલા હેલ્પલાઇન ૧૮૧ ધ્વારા એક માનસિક બિમાર મહિલાને સખી’ વન સ્ટોપ સેન્ટર હિંમતનગર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.આ મહિલાને સૌપ્રથમ નવી સિવિલ હિંમતનગર ખાતે તબીબી સારવાર કરાવવામાં આવી હતી. ત્યારબાદ મહિલા સાથે કાઉન્સેલિંગ કરતા તેઓ ઓડિસા રાજ્યના લાઠીકાટા તાલુકાના કરલાખમાન ગામના હોવાનું જાણવા મળ્યુ. આ વિગત મળતા જ મહિલાના ભાઇ સાથે ટેલિફોનિક વાત કરતા મહિલા છેલ્લા ૧૦-૧૫ દિવસથી ટ્રેનમાં ભુલથી ગુજરાત તરફ આવી ગયેલ હોવાનું જાણવા મળ્યુ. તેમજ પરીવારની આર્થિક સ્થિતિ સારી ના હોઈ તેઓ તાત્કાલિક સખીવન સ્ટોપ સેન્ટર હિંમતનગર ખાતે પહોંચી શકે તે ન હોઈ આ મહિલાને નારી સંરક્ષણ કેન્દ્ર હિંમતનગર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. માનસિક બિમાર મહિલાને સુરક્ષિત સ્થળે આશ્રય મળતા પરીવારજનો ચિંતામુક્ત બન્યા હતા.
***********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.