શોખ સંતોષવા કોલેજિયન યુવતીની અનોખી MO : સહેલીના કપડાં તેના જ ઘરે ચેન્જ કરવાના બહાને 10 ઘરેથી 34 તોલા સોનું તફડાવ્યું - At This Time

શોખ સંતોષવા કોલેજિયન યુવતીની અનોખી MO : સહેલીના કપડાં તેના જ ઘરે ચેન્જ કરવાના બહાને 10 ઘરેથી 34 તોલા સોનું તફડાવ્યું


ચોરી કરેલો સોનાનો એક હાર તેની પાસેથી મળ્યો છતાં પોલીસે યુવતી સામે ગુનો ન નોંધ્યો, ગુનાખોરી ઘટાડવા પોલીસે યુવતીને ક્લીનચિટ આપી

રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી 21 વર્ષની યુવતીના તરખાટથી અનેક પરિવારોએ સોનાના ઘરેણાં-રોકડ ગુમાવી છતાં પોલીસ ફરિયાદ લેતી નથી

શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી 21 વર્ષની પ્રિયા (નામ બદલાવેલ છે) કોલેજમાં અભ્યાસ કરે છે. તે પરિવારની એક માત્ર સંતાન છે. ઘરની આર્થિક સ્થિતિ સારી નથી, પરંતુ આ યુવતીની લાઇફ સ્ટાઇલ સૌને ચોંકાવી દે તેવી છે. શાતીર ગુનેગારને પણ પાછળ રાખી દે તેવી આવડત આ પ્રિયામાં છે. સ્કૂલ અને કોલેજમાં પોતાની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિની કે તેની સહેલીને ફ્રેન્ડ બનાવી આ પ્રિયા પોતાની જાળમાં ફસાવે છે અને સહેલીના ઘરે જઇ કોઇપણ ભય વગર ચોરી કરી નીકળી જાય છે અને આવું તેણે એક બે ઘરમાં નહીં પરંતુ દસ-દસ ઘરમાં કર્યું છે. પ્રિયાના આ કાળા કરતૂતમાં પોલીસ પણ તેને મદદ કરી રહી છે. માત્ર અરજી લઇ પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.