રાજકોટમાં બપોરે વરસતી લૂ : 39.4 ડિગ્રી તાપમાન સાથે 10 કી.મી.ની ઝડપે ફુંકાતો પવન
રાજકોટમાં આજે પણ બપોર બળબળતી રહેવા પામી હતી. અને ગરમા-ગરમ લૂં ફૂંકાઈ હતી.શહેરમાં આજે બપોરે 2:30 કલાકે તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું હતું.જયારે પવનની ઝડપ 10 કી.મી પ્રતિકલાક રહેવા ગરમ લૂંનો અહેસાસ થયો હતો.
બપોરે હવામાં ભેજ 17-ટકા રહેવા પામ્યો હતો. દરમ્યાન આજે સવારે 8:30 કલાકે રાજકોટનું તાપમાન 26.6 ડિગ્રી નોંધાયુ હતું.અને લઘુત્તમ તાપમાન 21.6 ડિગ્રી, નોંધાયુ હતું.
જયારે સવારે હવામાં ભેજ-43 ટકા રહ્યો હતો. અને પવનની સરેરાશ ઝડપ 6 કી.મી.રહેવા પામ્યા હતી.ઉલ્લેખનીય છે કે હજુ ત્રણેક દિવસ આકરા તાપનું જોર રહેનાર છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
