માંગરોળ તાલુકા ના રહીજ ગામ માં કૃષિ સખી બહેનો દ્વારા પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ નો પ્રારંભ - At This Time

માંગરોળ તાલુકા ના રહીજ ગામ માં કૃષિ સખી બહેનો દ્વારા પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ નો પ્રારંભ


માંગરોલ તાલુકાના રહિજ ગામે કૃષિ સખીની બહેનોને પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિના પ્રશિક્ષણની શરૂઆત કરવામાં આવી.
આજ રોજ માંગરોળ તાલુકાના રહીજ ગામે એનઆરએલએમ યોજના અંતર્ગત 5 દિવસય પ્રાકૃતિક કૃષિ સખી તાલીમ ની શરૂઆત કરવામાં આવી જેમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી ઓડેદરા સાહેબ બીઆરએસ કોલેજ માંથી શ્રી ચંદ્રાવડ્યા સાહેબ, પ્રોજેક્ટ મેનેજર જિલ્લા વિકાસ એજન્સી મિશન મંગલમ જુનાગઢ વનરાજભાઈ ડાંગર, ઉમેશભાઈ ગૌસ્વામી,spnf ઝોન સંયોજક નવીનભાઈ કક્કડ,spnf જિલ્લા સંયોજક લખુભાઈ સિસોદિયા, અંબુજા ફાઉડેશન માંગરોળમાંથી રાહુલભાઇ રામ, માંગરોળ તાલુકા આત્મા પ્રોજેક્ટમાંથી હિતેશભાઈ અને કાથડભાઈ,તલાટી મંત્રી રમેશભાઈ વાઢેર અને મુકેશભાઈ રામ,માસ્ટર ટ્રેનર સંજયભાઈ ચાંડેરા અને મસરીભાઈ હાજર રહ્યા.મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ ફૂલગુચ્છ દ્વાર મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ પ્રાસંગિક માર્ગદર્શન આપવામાં આવ્યું.તાલીમની શરૂઆત માસ્ટર ટ્રેનર વિજયભાઈ પરમાર અને સંજયભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી.

રિપોર્ટર સુદીપ ગઢીયા -9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.