કુબલીયાપરામાં પતિએ પત્નીને બેફામ ફટકારી : સિવિલ હોસ્પિટલમાં દાખલ
શહેરના કુબલીયાપરામાં પતિએ પત્નીને બેફામ ફટકારતા પત્નીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પતિએ સાવન ઘર ખર્ચના રૂપિયા ન આપતા, પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
આ અંગે મળતી વિગત મુજબ શિલ્પાબેન સાવનભાઈ પરમાર(ઉ.વ.25, રહે. કુબલીયાપરા શેરી નં. 17)ને ગત મોડી રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેના પિતા પ્રવિણભાઈએ આક્ષેપો કરતા કહ્યું હતું. કે, શિલ્પાને સંતાનમાં બે દીકરી છે. પતિ ભંગારની ફેરી કરે છે. પંદરેક દિવસથી પતિએ ઘરખર્ચ કે પત્ની અને બાળકોને જમવાનું લેવાં માટે કોઈ જ રકમ ઘરમાં આપી નહોતી. ઘરમાં રસોઈની તમામ ચીજ વસ્તુ ખૂટી પડતા શિલ્પાએ ઘર ખર્ચના રૂપિયા આપવા અને પોતાના પિતાના ઘરે ચાલી જવાની વાત કરી હતી. જેથી પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. સાવને માતા પિતાને ઘરે ન જવા ધમકી આપી હતી. રાત્રે 12 વાગ્યે સાવને બેફામ માર મારતા શિલ્પાને મૂંઢ ઇજા થઇ હતી. આ મામલે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.