રાજકોટની બેંકોમાં 2000ની રૂ.10 કરોડની નોટ જમા થઇ - At This Time

રાજકોટની બેંકોમાં 2000ની રૂ.10 કરોડની નોટ જમા થઇ


પ્રથમ દિવસે 5 હજાર લોકોએ નોટ જમા કરાવી

રિઝર્વ બેંકે 2000ની નોટ અંગે બહાર પાડેલા નોટિફિકેશન બાદ મંગળવારથી બેંકોમાં નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઇ છે. રાજકોટ શહેરમાં પણ જુદી જુદી બેંકમાં મંગળવારે સવારથી જ લોકો 2000ની નોટ વટાવવા માટે પહોંચ્યા હતા. આખા દિવસ દરમિયાન આશરે 5 હજાર લોકોએ 2000ની નોટ બેંકમાં જમા કરાવી હોવાનું જાણવા મળ્યું છે અને રાજકોટમાં નોટ બદલવાના પહેલાં જ દિવસે રૂ.10 કરોડની નોટ બેંકોમાં જમા થઇ છે. 2000 રૂપિયાની નોટ બદલવા માટે બેંકોએ શરૂઆત કરી છે. નોટ બદલવાની શરૂઆત થતાં સવારે બેંક શરૂ થતાં જ લોકોની અવરજવર શરૂ થઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.