જસદણ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી નો ખેડૂત પોર્ટલ ટેકા ના ભાવ ઓનલાઈન ફૉર્મ તમામ તલાટી કમ મંત્રીએ ભરી આપવા આદેશ - At This Time

જસદણ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી નો ખેડૂત પોર્ટલ ટેકા ના ભાવ ઓનલાઈન ફૉર્મ તમામ તલાટી કમ મંત્રીએ ભરી આપવા આદેશ


(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં ખેડૂત પોર્ટલ અને ટેકાના ભાવ માટે અત્રે હાલ આગામી તા.૨૭/૦૯/૨૦૨૪ સુધી આ તાલુકાના તમામ મહેસુલી તલાટી પૂર્વસેવા તાલીમાંત પરીક્ષા માટે અમદાવાદ ગયેલ હોય અને સરકાર તરફથી ટેકાના ભાવે પાક ખરીદવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તા.૨૫/૦૯/૨૦૨૪ થી પોર્ટલ ખુલ્લું મુકવા જાહેરાત કરેલ હોય વાવેતરની વિગતો પહેલી ઓકટોબર પછી ઓનલાઈન લોક થતી હોય જેથી ખેડૂતોને ટેકાના ભાવે પાક વેચવા માટેના ફોર્મ ભરવા સને-૨૦૨૪-૨૫ ના વર્ષના વાવેતરની નોંધ કરાવ્યા બાદ જ ફોર્મ ભરાતા હોય, મહેસસુલી તલાટીના સેજાના મુખ્ય મથકના ગામમાં મહેસુલી તલાટી વાવેતરની નોંધ કરે છે. પરંતુ તમામ મહેસુલી તલાટી પરીક્ષામા રોકાયેલ હોવાથી વહીવટી સરળતા ખાતર મહેસુલી તલાટી પરીક્ષામાથી પરત આવે ત્યાં સુધી સેજાના મુખ્ય મથકના વાવેતરની નોંધ જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રીએ કરી આપવા જસદણ મામલતદાર દ્વારા હુકમ કરવામા આવે છે જે તમામ વિગત જસદણ ડેપ્યુટી કલેકટરને પત્ર દ્વારા મોકલવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.