સિવિલમાં બનશે નવી બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલ, કેન્દ્ર સરકારે મંજૂર કરી ગ્રાન્ટ
દાઝી ગયેલા દર્દીઓને લઈને એમ્બ્યુલન્સ સીધી બર્ન્સ વિભાગ પહોંચી જશે, અલાયદો ઈમર્જન્સી વિભાગ બનશે
ગુજરાતમાંથી એકમાત્ર રાજકોટ સિવિલની પસંદગી, પ્રથમ ફેઝમાં 6.5 કરોડ રૂપિયા મળ્યા
રાજકોટ સિવિલ હોસ્પિટલના પરિસરમાં એક પછી એક નવી સુવિધાઓ માટે ગ્રાન્ટ મંજૂર થઈ રહી છે. કેન્દ્ર સરકારે PMSSY હેઠળ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મંજૂર કર્યા બાદ હવે બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલને મંજૂરી આપી છે અને પ્રથમ તબક્કામાં 6.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દીધી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.