લીલીયા મોટા શહેરના એસટી બસ સ્ટેન્ડ ની દુર્દશા મુસાફરો હેરાન પરેશાન - At This Time

લીલીયા મોટા શહેરના એસટી બસ સ્ટેન્ડ ની દુર્દશા મુસાફરો હેરાન પરેશાન


લીલીયા તાલુકા મથક નું ગામ હોવાથી અહીંથી અન્ય શહેરોમાં જવા મોટી સંખ્યામાં લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી અહીં આવે છે બસ સ્ટેન્ડમાં પશુઓ અને ગંદકી નું સામ્રાજ્ય હોવાથી મુસાફરો હેરાન પરેશાન થાય છે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિકાસની ગુલબાંગો વચ્ચે શહેરના એસટી બસ સ્ટેન્ડ ની દુર્દશા જોવા મળે છે જેને લઇ મુસાફરો હેરાન પરેશાન છે લીલીયા તાલુકા મથકનું મુખ્ય ગામ હોય આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ચીજ વસ્તુ ની ખરીદી કરવા તેમજ અન્ય શહેરોમાં જવા આવવા માટે અહીં આવતા હોય છે જેને લઇ બસ સ્ટેન્ડમાં બે મિનિટ રોકાવું મુશ્કેલી ભર્યું છે મોટાભાગે બસ સ્ટેન્ડ માં પશુઓના ધામા અને ગંદકીનું સામ્રાજ્ય હોવાથી માખી મચ્છર નો ઉપદ્રવ જોવા મળે છે ત્રણ કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ મંજૂર થઈ ગયા હોવાની ગુલબાંગો સાંભળવા મળી રહે છે તેવા સમયે નવું બસ સ્ટેન્ડ ક્યારે બનશે તેવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે હાલ બસ સ્ટેન્ડમાં પીવા ના પાણી ની સુવિધા પણ નથી જેને લઇ મુસાફરો ધોમ ધખતા તાપમા ખૂબ જ અગવડતા અનુભવે છે તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે

રિપોર્ટર
ઇમરાન એ પઠાણ.
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.