દહેગામ ની ચેખલાપગી પ્રાથમિક શાળામાં બનેલા નવા પતરાવાળા શેડ નું દાતાઓ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું
, , ............................................................................... આજે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે દહેગામ તાલુકાના ચેખલાપગી ગામની પ્રાથમિક શાળામાં તૈયાર થયેલા નવા પતરાવાળા સેડ નું દાતાઓ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ શિક્ષકો દ્વારા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેખલાપગી ગામના વતની અને હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા કમલેશભાઈ રસિકભાઈ શાહ તથા હેતલભાઇ રસિકભાઈ શાહ પરિવાર દ્વારા ચેખલાપગી પ્રાથમિક શાળાનાં મુખ્ય ગેટ તથા શાળાના પતરાવાળા શેડ નાં મુખ્ય દાતા તરીકે તેમના દ્વારા શેડ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ચેખલાપગી ગામ તથા પ્રાથમિક શાળા દ્વારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા ની બાલિકાઓ દ્વારા સ્વાગતગીત રજુ કરવામાં આવ્યું હતું. આ પસંગે ચેખલાપગી પ્રાથમિક શાળા નાં આચાર્ય શ્રી જીગ્નેશભાઈ દ્વારા દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારબાદ કમલેશભાઈ શાહ તેમજ હેતલભાઈ શાહ પરિવાર દ્વારા શાળા નાં ધોરણ 1થી 8 સુધીનાં ધોરણ માં પ્રથમ દ્વિતીય અને ત્રીજો નંબર લાવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ બાદ ચેખલાપગી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા દર વર્ષની જેમ આજે શ્રાવણ માસ નિમિત્તે બાળકોને તિથિ ભોજન જમાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેખલાપગી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષક સ્ટાફ, એસએમસી પ્રમુખ ગોવિંદસિંહ રાઠોડ, ગામના સરપંચ લલીતાબેન વાઘેલા, ડેપ્યુટી સરપંચ, ગામના આગેવાનો તથા શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. , રિપોર્ટર.:મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.