બોટાદ ની શ્રી સુવાસીની વિદ્યા મંદિરમાં ઉજવાયું “રક્ષાબંધન પર્વ
(વનરાજસિંહ ધાધલ દ્વારા)
બોટાદ નાં ભાંભણ રોડ પર આવેલ શ્રી સુવાસીની વિદ્યામંદિર ખાતે તા. 17/08/2024 ને શુક્રવારના રોજ ભાઈ બહેનોનું પવિત્રતાનું પર્વ એટલે "રક્ષાબંધન પર્વ" ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયું હતું. આ પવિત્ર પર્વની શરૂઆત મંગલમય પ્રાર્થના, દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ આ પર્વને અનુલક્ષીને શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા વકૃત્વ અને ગીતગાન રજૂ કરવામાં આવ્યું હતું. તેની સાથે રાખડી બનાવવાની સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 90 સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો. આ ગીતગાન અને વકૃત્વ પૂર્ણ થતાં ધોરણ પ્રમાણે શાળાની બહેનોએ જે તે ધોરણના ભાઈઓને કુમકુમ, ચોખા લગાવી કાંડા પર રાખડી બાંધે ચોકલેટ આપી મીઠું મોં કરાવ્યું હતું ;તો સામા પક્ષે ભાઈઓએ પણ બહેનોને યથાશક્તિ ભેટ આપી બહેનોને રાજી કરી હતી! આમ, લાગણી સભર રીતે રક્ષાબંધન પર્વ ઉજવાયું હતું. અહીં રક્ષાબંધન કાર્યક્રમ પૂર્ણ થયો તે સાથે રાખડી બનાવવાની સ્પર્ધા પણ પૂર્ણ થઈ અને તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં ધોરણ 4 થી 8 અને 9 થી 12 એમ બે વિભાગમાં વિજેતાઓને જાહેર કરવામાં આવ્યા હતા. અને તેમને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉ. વિભાગના સોનલબેને પોતાની આગવી શૈલીમાં કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તો શાળાના ટ્રસ્ટી મંડળે ઉપસ્થિત રહીને બાળકો અને સ્પર્ધકોનો ઉત્સાહ અને ઉમંગ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની તમામ શિક્ષિકા બહેનોએ વિશેષ જહેમત ઉઠાવી હતી, તેમજ શાળાના શિક્ષક ભાઈઓના સાથ સહકારથી આ "રક્ષાબંધન પર્વ" ખૂબ આનંદ અને ઉલ્લાસપૂર્વક સફળતાપૂર્વક પૂર્ણ થયું અને ઉજવાયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.