આટકોટ ગોંડલ હાઇવે પર આવેલો પુલ એટલે કરમાળા નદીપૂલ જેની મરામત કામગીરી થઈ શરૂ
આટકોટ ગોંડલ હાઇવે પર આવેલ કરમાળા નદી પર બનાવવામાં આવેલા પૂલ ની મરામત કામગીરી થઈ શરૂ ગયા વર્ષે ચોમાસામાં વધારે પાણી પુલ પરથી વહી જતા પૂલ નેં ખૂબ નુકસાન થયું હતું અને પુલ પોલો પડી ગયો હતો તેમજ સળિયા દેખાઈ ગયા હતા. જેથી તંત્રએ પુલની નોંધ લીધી અને મરામત કામ શરૂ કરાવ્યું હાલ આ પુલનું કામ સત્વરે પુરૂ કરવા પાણી પહેલા પાળ બાંધવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે જેમાં પીલરથી લઈ સંપૂર્ણ પુલની મજબૂતાઈ વધારવામાં આવી રહી છે. હવે જોવું એ રહ્યું કે ખરા અર્થે મજબૂત બનશે કે લોટમાં લીટા થશે એ તો સમય જ બતાવશે. કારણકે અહીંથી રોજ હજારો વાહનો અવરજવર કરી રહ્યા છે. આ પુલ ગોંડલ આટકોટ જસદણ નો મધ્યસ્થ પુલ હોવાથી ગોંડલ જસદણ અમદાવાદ,સુરત ભાવનગર તેમજ પોરબંદર સહિતના હજારો વાહનો નિયમિત આ પુલ પરથી પસાર થાય છે. આથી ચોમાસામાં પુલ વધુ નબળો પડે અને અકસ્માત સર્જે તે પહેલાં તેની મરામત શરૂ કરાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.