બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન મહીસાગર દ્વારા પશુપાલન અને વર્મીકંપોસ્ટ તાલીમનુ સાદવડા ખાતે આયોજન - At This Time

બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન મહીસાગર દ્વારા પશુપાલન અને વર્મીકંપોસ્ટ તાલીમનુ સાદવડા ખાતે આયોજન


ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના સહયોગથી બેંક ઓફ બરોડા સંચાલિત બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા મહીસાગર જિલ્લામાં અનેક પ્રકારની રોજગારલક્ષી તાલીમ પૂરી પાડી રોજગારવાંચ્છુઓ માટે આત્મનિર્ભરતાના નવા દ્વાર ખોલી રહી છે.ત્યારે આ સંસ્થા દ્વારા ગ્રામ્ય કક્ષાએ લોકોને જાગૃત કરી માંગ આધારિત તાલીમ માટેના કાર્યક્રમોનું આયોજન કરી ઉમેદવારની યોગ્યતા અને મૂલ્યાંકન બાદ જે તે ક્ષેત્રમાં તાલીમ આપી સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જે અંતર્ગત બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, (આર -સેટી) મહીસાગર દ્વારા કડાણા તાલુકાના સાડવડા ગામે 50 તાલીમાર્થીઓને આત્મનિર્ભર થવા માટે 10 દિવસની નિ:શુલ્ક પશુપાલન અને વર્મીકંપોસ્ટ તાલીમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.D S T રમેશભાઈ પટેલ તથા ફેકલ્ટી જયાબેન ભોઈ તથા ક્લસ્ટર ફેડરેશન દિવડાના પ્રમુખ શેખ ખેરૂનબેન તથા મંત્રી ખાંટ શકુન્તલાબેન ભેમાભાઈ હાજર રહ્યા હતા.જયારે ઉપસ્થિત તાલીમાર્થીઓને વર્મીકંપોસ્ટ તેમજ પશુપાલન વિશે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.