આજે શિહોર નું તંત્ર દ્વારા ડેમોનેશન હાથ ધરાયુ
આજે શિહોર નું તંત્ર અચાનક જાગ્યું ઘણા સમયથી ટ્રાંફીક થી સિહોર ની જનતા ત્રસ્ત હતી પરંતુ
અનેક રજૂઆતો કરવામાં આવી હતી છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા
આજરોજ શિહોરના ભાવનગર રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલા વડલા ચોક થી
લઈને તાલુકા પંચાયત કચેરી સુધી તમામે તમામ દબાણ કરીને બેઠેલા દબાણ કરતાં
ઓની દુકાનો ગેરેજ ચા ની કેબીનો પાન ના ગલ્લા વગેરે શિહોર નગરપાલિકા અને
શિહોર પોલીસ દ્વારા ડીમોલેશન કરીતમામ હટાવવામાં આવ્યા હતા અને શિહોર
નગરપાલિકાના ટ્રેક્ટરjcb દ્વારા ભરી ભરીને તમામ શિહોરના ટાઉનહોલ ખાતે લઈ
જઈ જપ્ત કરવામાં આવ્યા હતા. આવતા દિવસોની અંદર કોઈપણ વ્યક્તિ જાહેર
રસ્તા ઉપર ભાવનગર રાજકોટ હાઇવે રોડ ઉપર કે કોઈપણ જગ્યા ઉપર દબાણ
કરશે તો તે દબાણકર્તા ને દંડ આપવામાં આવશે અને તેની દુકાન કે કેબીન હટાવી
લેવામાં આવશે આ ડીમોલેશન માં શિહોર પી.આઈ ભરવાડ સાહેબ તથા પોલીસ સ્ટાફ સિહોર
નગરપાલિકાના ચીફ ઓફિસર, શોપ ઇન્સપેક્ટર વિજય વ્યાસ, સેનિટેશન વિભાગના
ઇન્સ્પેક્ટર આનંદ રાણા, નગરપાલિકા સ્ટાફ જોડાયો હતો. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.