સંતરામપુર નગરમાંથી ચાઈનીઝ દોરી ના ૨૨ ફીરકા પોલીસે ઝડપ્યા. - At This Time

સંતરામપુર નગરમાંથી ચાઈનીઝ દોરી ના ૨૨ ફીરકા પોલીસે ઝડપ્યા.


સંતરામપુર પોલીસ ને મળેલ બાતમી આધારે સંતરામપુર પોલીસે બસસ્ટેન્ડ નજીક આવેલ પતંગ દોરી નું વેચાણ કરનાર વેપારીની દુકાન માં તપાસ કરતાં દુકાન માં મુકેલ ચાઈનીઝ દોરી ના બાવીસ ફીરકા અંદાજીત કિંમત રુપિયા ૬.૬૦૦.ના ઝડપી પાડીને આ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ને વેચાણ માટે દુકાન માં મુકેલ હોઈ ને આ દુકાનદારે જાહેર નામા નો ભંગ કરતાં આ વેપારી વિકાસ મહેશ ડબગર રે.સંતરામપુર ની સામે સંતરામપુર પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાયઁવાહી કરેલ છે .નગરમાં ને તાલુકામાં પણ ઉતરાયણ નો તહેવાર આવતો હોઈ આ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું ધુમ વેચાણ થતું હોવાનું ચચાઁઈ રહેલ છે.

રિપોર્ટર વિજય ડામોર મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.