ગાંધીજીમાં લુચ્ચાઇ હતી : ઇન્દ્રનીલ રાજગુરૂના રાજકોટની સભામાં જીભ લપસી નિવેદનથી નવો વિવાદ
રાજકોટમાં ગઇકાલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂએ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી સભામાં મહાત્મા ગાંધીજી વિશે લુચ્ચાઇ જેવો શબ્દનો પ્રયોગ કરતા સોશ્યલ મીડિયામાં આ વાત વાયરલ થઇ ગઇ હતી. જુદા જુદા વર્ગમાંથી તેનો વિરોધ પણ ઉઠવા લાગ્યો છે.
કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં ગઇકાલે યોજાયેલી સભામાં રાજગુરૂએ ઉત્સાહ સાથે એવું કહ્યું કે મને ખાતરી છે કે દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી જ હશે.
એક સચ્ચાઇના રસ્તે ચાલતા નેતા છે. ગાંધીજીમાં તો કયાંક લુચ્ચાઇ પણ હતી. પરંતુ આ માણસ સંપૂર્ણ નિખાલસ અને સાચો છે. અણીશુધ્ધ છે. તેને પપ્પુ ઠેરવવા પાછળ અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન મોદી 542 બેઠકનો બફાટ કરે તે સમજી શકાય તેમ છે પરંતુ રાહુલ ગાંધી પક્ષની 140 બેઠક ધારે છે. આથી આ વાતમાં તથ્ય દેખાઇ રહ્યું છે. 140 બેઠકમાં પણ રાજકોટની બેઠક આવશે તેવો તેમને વિશ્વાસ છે. રાજકોટની જનતાને આ રસ્તે મત આપવા અપીલ કરવા સાથે તેમને ગાંધી વિશે કરેલા ઉલ્લેખ ચર્ચાસ્પદ બની ગયા છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.