” ૭૪ – મા પ્રજાસત્તાક પર્વની ડભોઈ નગરપાલિકાના પ્રાંગણમાં દબદબાભેર ઉજવણી “
રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ
૨૬- મી જાન્યુઆરીએ ૭૪ - મા પ્રજાસત્તાક દિનની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ડભોઇ નગરમાં નગરપાલિકા તંત્ર દ્વારા પણ આ રાષ્ટ્રીય પર્વની આન - બાન - શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પટાંગણમાં આદરપૂર્વક ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાવી સન્માનપૂર્વક સલામી આપવામાં આવી હતી. વંદે માતરમ્, ભારત માતા કી જય ના નારાઓની ગૂંજથી સમગ્ર પરિસરમાં અનેરો દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.
૭૪ - મા આ મહામૂલા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ગુરુવારે સવારના સમયે નગરપાલિકા તંત્ર દ્વારા પ્રભાત ફેરી કરવામાં આવી હતી. જે ડભોઈ નગરમાં મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઇ હતી. નગરમાં વિવિધ સ્થળોએ આવેલ દેશ નેતાઓની પ્રતિમાને ફૂલહાર અને સૂતરની આટી અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નગરપાલિકાના પ્રાંગણમાં પાલિકાનાં પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સમગ્ર પટાંગણ દેશભક્તિના ગીતોનાં સૂરોથી ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે ડભોઇ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ડભોઇ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉ. સંદિપભાઇ શાહ, ભાજપનાં વિવિધ પદાધિકારીઓ, કાર્યકરો, નગરપાલિકાના કર્મચારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.