ડીસા વિસ્ફોટ ની ઘટના થી દશા અને દિશા થોડી બદલાશે ? વિસ્ફોટ સાથે વ્યવસાય બિન સંગઠિત મજૂરો માનતા ના હોય તેમ જોખમી કામ માં જોતરી દેવાય છે  આધા જલા ૫૦ હજાર પુરા જલા ૧ લાખ - At This Time

ડીસા વિસ્ફોટ ની ઘટના થી દશા અને દિશા થોડી બદલાશે ? વિસ્ફોટ સાથે વ્યવસાય બિન સંગઠિત મજૂરો માનતા ના હોય તેમ જોખમી કામ માં જોતરી દેવાય છે  આધા જલા ૫૦ હજાર પુરા જલા ૧ લાખ


ડીસા વિસ્ફોટ ની ઘટના થી દશા અને દિશા થોડી બદલાશે ?

વિસ્ફોટ સાથે વ્યવસાય બિન સંગઠિત મજૂરો માનતા ના હોય તેમ જોખમી કામ માં જોતરી દેવાય છે 

આધા જલા ૫૦ હજાર પુરા જલા ૧ લાખ 

બનાસકાંઠા ના ડીસા માં ફટાકડા ફેકટરી માં વિસ્ફોટ સરકાર દર વખત જેમ ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારશે 

મજૂર વર્ગની સલામતી માટે લેબર નો અનેક કાયદો સંગઠન છતા શ્રમ બજારોમાં સસ્તા અને ગરજવાન મજૂરો થી ઉભરાતા શ્રમ બજારો આમાં સરકાર ની કોઈ જવાબદારી નથી ? 

માઈનગ્રેડ મજૂર વર્ગની સલામતી માટે લેબર નો કાયદો અનેક સંગઠનો છે પણ ભારતના શ્રમ બજારોમાં સસ્તા અને ગરજવાના મજૂરો આસાનીથી મળી રહે છે. જયારે કોઈ ઘટના બને ત્યારે દેશ હચમચી જાય છે. વ્યાવસાયિક સલામતીના ધોરણો જોખમી ઉદ્યોગમાં ગરજવાન મજૂરોને રીતસર માનતાના હોય તેમ ઉપયોગ કરાય છે વર્ષે લેબર વેલ્ફેર ના નામે શ્રમ મંત્રાલય માં અબોજો ની આવક પણ મજૂર કલ્યાણ માટે વ્યવસ્થા ખરી ? કરોડો બિન સંગઠિત પેટીયુ રળતા મજૂરોની મજબુરી કે શોષણ અંગે કયારેય કોઈ દરકાર લેવાય છે ખરી ? કામના કલાકો, કામના સ્થળે મળતા લાભો, અમુક કલાકો ના અંતે વિરામ, કોઈ ભવિષ્ય નીધી, પ્રો. ફંડ મેડિકલેમ કે ગ્રેચ્યુઈટી, એરીયસ ઓવર ટાઈમ કે વેતન ચુકવણી જેવી બાબતો અંગે મજૂરો જાણકાર હોતા નથી બિન સંગઠીત કરોડો કામદારો જે અનેક પ્રકારના શ્રમ સાથે સંકળાયેલ છે તેની  સરકારી ચોપડે નોંધ હોતી નથી તેનું કોઈ રજીસ્ટ્રેશન થતું નથી.આથી બજારમાં વિશેષ માંગ આવા શ્રમિકો થી પુરી ચાય છે. દેશમાં કોઈ મોટી ઘટના દુર્ઘટના અકસ્માત થાય ત્યારે તુરંત તપાસ પંચ બનાવી દેવાય છે વર્ષો પછી સામાન્ય વળતરનો આદેશ થાય ત્યાં પાછુ વિમા કંપનીઓ દ્વારા ચેલેન્જ કરી અપીલોમાં અટવાય અને મૃત્યુ પામનારનો પરીવાર ભગવાન ભરોસે હોય છે નિરાધાર રીતે તરછોડી દેવાય છે આઈ.એલ.ઓ. (વિશ્વ મજુર સંગઠન) ના સર્વેમાં અકસ્માતો માં લાખો લોકોના મૃત્યુ થતા રહે છે લાખો ને ગંભીર અકસ્માતોથી કોઈને કોઈ અંગ ગુમાવ્યું હોય છે અને આજીવન પરાધીન જીવન માટે. મજબૂર બને છે જોખમી વ્યવસાયિક થી ગંભીર બિમારી માં લાખો લોકોનો ભોગ લે છે. ઈ. એસ.આઈ. કામદાર વિમા યોજનાના લાભો મળે તો કેટલાકને ? ઘરના જાજરૂ, ખાળકુવાની સફાઈ, કાપડ મિલોની શોપણવૃતિ, બાળમજૂરોના કિસ્સાનો જોટો ઈતિહાસ અપાર શોષણથી ભરેલ છે.ઇન્ટરનેશલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઈ.એલ.ઓ) દ્વારા કામદારોના પ્રશ્નો અંગે અહેવાલો આપે છે  ધ્યાન માં લે કોણ ? શીવાકાશીમાં ફટાકડા ફેકટરીની આગે કોઈ સસ્તા ગરજવાના અવાજનો આવાજ કટાકડા ની ધ્વનિ વચ્ચે દબાઈ જાય છે કેટલાની જીંદગી અમિર માલિકો ફટાકડા જેમ ફોડી નાંખે છે આવી ઘટના પહેલી વારની નથી (હોત હૈ, ચલતા હૈ) ની યુકિતઓ અધાજલા, ૫૦ હજાર પૂરા જલા, ૧ લાખ વળતર ચુકવી દેવાય પછી કોઈપણ સ્થળે સેફટી (સલામતી) ના ધોરણો અંગે પાલન કરવાનું હોય ? આવો બનાવ બને એટલે થોડા દિવસ તપાસના નામે હડીયાપાટી કરાય છે પછી ફાઈલોનાં ફીંડલા અભરાઈએ ગોઠવાય છે.ભારત માં અકસ્માત થાય અને બીજીવાર તે બનાવ બન્યો ન હોય તેવી તકેદારી કયા વિભાગો રાખી છે ? રેલ્વે અકસ્માત, પ્લેન કેશ, માર્ગ અકસ્માત, આગના બનાવો કે ડુબવાના બનાવોમાં કયાં તકેદારી લેવાય.? એકવાર બનેલ બનાવ પછી એવા બનાવો બન્યા નથી તેવું કયા ક્ષેત્રમાં બન્યું છે.? ફટાકડાની ફેકટરીમાં કામ કરતાં મજૂરોના આરોગ્ય અને સલામતીના ધોરણો કેવા ક હોય ૫૦ પૈસામાં મળતું માચિસ બનાવવા પાછળ કેટલો મોટો સમય બગડે છે. વિસ્ફોટકો સાથે વ્યવસાયિક રહેલો છે તેમાં અનેક પ્રકારના રોગો અને ગંભીર બિમારીઓ તો છે જ પણ ભયંકર ખતરો કાયમ રહે છે.આગના કારણો શું? પણ વિસ્ફોટ ફાયર સેફટી માટે કાગડા બધે કાળા છે. ભ્રષ્ટાચારની જ બોલબાલા હોય, ફેકટરી માલિકને તંત્ર સાથે સારા સંબંધો, ધનિષ્ટ ધરોબ હોય જ. વર્ષ ૨૦૦૯ માં પણ મોટો અકસ્માત થયો હતો. પલ્લી પ૩ તિરૂવેલ્લુરની ફેકટરીમાં તેના પરથી શું બોધ લેવાયો હતો ? રમતગમત ના સાધનો તૈયાર કરતું તામિલનાડુ વ્યવસાયિક રીતે મોટા જોખમાં ખેડી રળતુ હોય છે.ફટાકડામાં વપરાતું ફોસપેડ અને અનેક પ્રકારના અસાધ્ય રોગ ઉપરાંત જોખમી કામદારોના મોતથી ભારે ગમગીની ફેલાય છે. સ્થાનિક પ્રશાસન તરફથી યોગ્ય ધારાધોરણોનો અમલ કરાવાય તો આવી ઘટનાઓ ન બને. જરૂર છે.પરિવર્તનની કોઈ ભુલ થયા પછી કરીને એવી ભૂલ ન બને તો જ નવાય કહેવાય. ભારતમાં કોઈ ઘટના દુર્ઘટના બને એટલે સર પ્રાઇઝ ચેકિંગ કરશે ધોકા પચાડી હાકલા પડકારા કરાશે તપાસ પંચ નિમાશે બીજું શું ? ડીસા ની ઘટના થી દશા અને દિશા થોડી બદલાશે ?

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image