હવામાન વિભાગની આગાહીના પગલે મહીસાગર જિલ્લાની શાળા કોલેજો ઓગણવાડી કેન્દ્રો સહિત રજા જાહેર કરાઈ
હવામાન વિભાગની આગાહીના પગલે મહીસાગર જિલ્લાની તમામ આંગણવાડી, પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આવતીકાલે તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ રજા જાહેર કરાઇ
રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતી સામે નાગરિકોની સલામતી માટે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર આગોતરી તૈયારી સાથે સુસજ્જ છે ત્યારે મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર પણ જરૂરી પગલાં ભરી સતર્કતા દાખવી રહ્યું છે. મહીસાગર જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ વિભાગો આગોતરી તૈયારી કરી નાગરિકોની સલામતીના માટે જરૂરી નિર્ણયો કરી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે આવતીકાલે તારીખ-૨૮-૦૮-૨૦૨૪ ના બુધવારના રોજ જિલ્લાની તમામ આંગણવાડી, પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા રાખવા સૂચના આપવામાં આવી છે.
મહીસાગર જિલ્લા આઈ સી ડી એસ શાખા પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૪ના બુધવારના રોજ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખી મહીસાગર જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્ર બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી બાળકોની સલામતીના ભાગરૂપે કોઈપણ બાળકો આંગણવાડી કેન્દ્ર ખાતે નહીં આવે તે માટે આંગણવાડી કાર્યકરો તેમજ વાલીઓને તાત્કાલિક જાણ કરવા તેમજ બાળ વિકાસ યોજના અધિકારી તેમજ મુખ્ય સેવિકા તમામ ને હેડક્વાટર્સમાં હાજર રહેવા તેમજ તમામ સ્ટાફ ઓફિસે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. વધુમાં આંગણવાડી કેન્દ્રોમાં ખાદ્ય સામગ્રીના તમામ પ્રકારના જથ્થો, ટેક હોમ રેશન/HCM /અને MMY સ્ટોક, રેકર્ડ,કોઈ પણ એવી વસ્તુ પાણી ભરાતા નુકશાન ન થાય તેની તકેદારી રાખવા તેમજ જરૂર જણાય તો તેને તાત્કાલિક આંગણવાડીમાંથી લઇ આયોજન કરી બીજે સુરક્ષિત જગ્યાએ મોકલી આપવા પણ જણાવવામાં આવ્યું છે.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૪ના બુધવારના રોજ મહીસાગર જિલ્લાની તમામ સરકારી, અનુદાનિત અને બિનઅનુદાનિત માધ્યમિક/ઉ.માધ્યમિક શાળાઓ,ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી તમામ પ્રાથમિક શાળાઓમાં વિધાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે પરંતુ શાળાના સમગ્ર સ્ટાફે શાળામાં ફરજિયાત હાજર રહી શાળામાં થયેલ મકાન/વૃક્ષો/અન્ય પ્રકારના નુકશાન અંગે રીપોર્ટ તૈયાર કરી કચેરીને તાત્કાલિક જાણ કરવાની તેમજ શાળાના નુકશાન અંગે શક્ય સ્થાનિક કક્ષાએ તજવીજ કરી આગામી શિક્ષણ કાર્ય સુચારુરૂપે ચાલે તે પ્રકારનું વ્યવસ્થા...
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.