ઘંટેશ્વરમાં નર્સિંગ છાત્રાએ ગર્ભપાત કરવાની દવા પી લેતા તબિયત લથડી:ઝનાનામાં ખસેડાઇ - At This Time

ઘંટેશ્વરમાં નર્સિંગ છાત્રાએ ગર્ભપાત કરવાની દવા પી લેતા તબિયત લથડી:ઝનાનામાં ખસેડાઇ


જામનગર રોડ પર આનંદ નર્સિંગ હોસ્ટેલમાં લગ્ન વગર ગર્ભવતી બનેલી નર્સિંગની છાત્રાએ ગર્ભપાત કરવાની દવા પી લેતા તેણીને સારવાર માટે સિવિલની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.હાલ તબીબે એમએલસી કેશ કરી પોલીસ ચોકીમાં એન્ટ્રી નોંધી છે.આ અંગે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ,મૂળ દાહોદ પંથકની અને હાલ રાજકોટમાં જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે આવેલી આનંદ નર્સિંગ હોસ્ટેલમાં છેલ્લા પાંચેક દિવસથી જ રહેવા આવેલી 18 વર્ષીય યુવતીએ રાત્રીના ગર્ભપાત કરવાની દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલની ઝનાના હોસ્પિટલમાં ખસેડાઇ છે.યુવતી નર્સિંગનો અભ્યાસ કરે છે.તેણીના જણાવ્યા મુજબ,વતનમાં રહેતા મહેન્દ્ર નામના યુવાન સાથે તેમને પ્રેમ થયો હતો બાદમાં બે માસ પૂર્વે સહમતીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો.તેના થકી તેણી ગર્ભવતી બની હતી.આ સમગ્ર ઘટના અંગે હાલ યુવતીના પરિવારને પોલીસે જાણ કરતા તેઓ પણ રાજકોટ દોડી ગયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.