ધંધુકા નગરપાલિકાએ ચોમાસામાં નવા રોડ બનાવવાની કામગીરી શરૂ કરાતા તર્ક વિતર્ક - At This Time

ધંધુકા નગરપાલિકાએ ચોમાસામાં નવા રોડ બનાવવાની કામગીરી શરૂ કરાતા તર્ક વિતર્ક


ધંધુકા નગરપાલિકાએ ચોમાસામાં નવા રોડ બનાવવાની કામગીરી શરૂ કરાતા તર્ક વિતર્ક

અમદાવાદ જીલ્લા ના ધંધુકાના ટાવર ચોક ખાતે રૂપિયા 10 લાખના ખર્ચે 80 મીટર લાંબા રોડનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, ભર ચોમાસામાં નગરપાલિકાને નવા રોડનું કામ કેમ સૂઝયું હશે? રાતો રાત ટાવર ચોકના વ્યવસ્થિત રોડને તોડવાનું કામકાજ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આમ હાલમાં 15 મી જૂન બાદ દરેક સરકારી કામોને ગાઈડ લાઈન મુજબ બંધ કરી દેવામાં આવે છે ત્યારે પાલિકા રૂપિયા 10 લાખનો રોડ કેમ બનાવી રહી છે. આમ ભર ચોમાસમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવતા લોકમુખે તરેહ તરેહ ની અટકળો જોવા મળી રહી છે.હાલમા નગરપાલિકામાં વહીવટદાર નું શાસન હોવાથી પ્રજાના ચૂંટાયેલા પૂર્વ નગર સેવકો પણ કાંઈ બોલી શકતા નથી તેથી વહીવટદાર અને ચીફ ઓફિસર હાલમાં પોતાની સત્તા મુજબ કામગીરી ચલાવી રહયા છે.

રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.