રાજકોટ જિલ્લાના યુવાનો માટે અર્ધલશ્કરી દળોના નિ:શુલ્ક તાલીમ વર્ગોમાં જોડાવા ઉત્તમ તક – યુવાનોને વિનામૂલ્યે રહેવા જમવાની સાથે પ્રતિદિન સ્ટાઈપેન્ડ રૂ. ૧૦૦ અપાશેઃ તાલીમ માટે ૮મી જુલાઈ સુધી અરજી કરી શકાશે
રાજકોટ - ગુજરાતના યુવાનો અર્ધલશ્કરી દળોમાં જોડાઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરીદળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક/માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મૂકાાઇ છે. જે અંતર્ગત મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી-રાજકોટ દ્વારા યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે ૩૦ દિવસની એક નિવાસી તાલીમ વર્ગનું આયોજન ટુંક સમયમાં કરવામાં આવશે.
આ તાલીમમાં જોડાવા ઈચ્છુક રાજકોટ જિલ્લાના ફક્ત પુરૂષ ઉમેદવારોએ મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી-રાજકોટને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, અધારકાર્ડ, ૦૨ પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે તા.૮ જુલાઈ સુધીમાં સ્વખર્ચે આપી જવા જણાવાયું છે.
આ તાલીમવર્ગ રાજકોટ ખાતે યોજાશે. જેમાં રહેવા-જમવાનો ખર્ચ સરકારશ્રી દ્વારા ભોગવવામાં આવશે અને ૧૦૦/-રૂપિયા સ્ટાઈપેંડ પ્રતિ દિન આપવામાં આવશે. આથી તાલીમાર્થીએ ૩૦ દિવસ રહેવાની તૈયારી સાથે આવવાનું રહેશે.
તાલીમમાં જોડાવા માટેની શૈક્ષણિક લાયકાત ધો-૧૦માં ૪૫% સાથે અથવા ધો.૧૨ માં ૫૦% સાથે કોઈપણ પ્રવાહમાં પાસ કરેલા હોવા જોઈએ. તાલીમાર્થીની ઉંમર ૧૭.૫ થી ૨૧ વર્ષની હોવી જોઈએે ઉમેદવારની ઉંચાઈ- ૧૬૨ સે.મી કે વધુ હોવી જોઈએ, વજન-૫૦ કિલોગ્રામ કે વધુ, છાતી ફુલાવ્યા વગર ૭૭ સે.મી. અને ફુલાવેલ ૮૨ સે.મી જેટલી હોવી જોઈએ.
તાલીમના અભ્યાસક્રમના ભાગરૂપે શારીરિક યોગ્યતા માટે ઉંચાઈ, વજન, છાતી તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કુદકો, પુલ અપ્સ વિગેરેની ભરતીને અનુરૂપ શારીરિક તાલીમ આપવામાં આવશે. અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલ ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહિ. ઉમેદવારનું તાલીમ માટેનું ફાઈનલ સીલેક્શન સંરક્ષણ ક્ષેત્રના નક્કી કરેલા શારીરિક માપદંડ મુજબ કરવામાં આવશે. નિવાસી તાલીમવર્ગમાં આર્મીની પ્રથમ તબક્કાની લેખિત પરિક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે તેમ મદદનીશ નિયામક રોજગાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.