ચોમાસાની આપત્તિના સમયે પહોંચી વળવા જિલ્લા વહીવટતંત્ર એલર્ટ - At This Time

ચોમાસાની આપત્તિના સમયે પહોંચી વળવા જિલ્લા વહીવટતંત્ર એલર્ટ


પાલનપુર,તા.16બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનને
યોગ્ય રીતે સંચાલન કરવા તેમજ કોઈપણ પ્રકારની વધારે વરસાદના કારણે સર્જાતી આપત્તિને
પહોંચી વળવા માટે તમામ અધિકારીઓને તથા તમામ વિભાગોની ટીમોને સતર્ક રાખવામાં આવ્યાં
છે. જિલ્લામા સ્થળાંતર, રાહત,બચાવની કામગીરી
માટે એનડીઆરએફ, એસડીઆરએફ
અને પોલીસ, આરોગ્ય, ફાયરબ્રિગેડની
ટીમો તૈયાર રાખવામાં આવી છે.બનાસકાંઠા જિલ્લા કલેકટરની સુચના મુજબ અગાઉ જિલ્લામાં પૂરની
પરિસ્થિતિ સર્જાઇ તે સમયના સલામત આશ્રય સ્થાનની વિગતો પણ હાથવગી રાખવામાં આવી છે.
આ ઉપરાંત ડુબવાના બનાવોમાં નિષ્ણાંત તરવૈયાની પણ વિશેષ જરૃરીયાત રહેતી હોય છે.
જેમાં જિલ્લામાં દરેક ૧૪ તાલુકામાં કુલ- ૭૪૮ નિષ્ણાંત તરવૈયાની યાદી પણ તૈયાર
કરવામાં આવેલી છે. ભારે વરસાદની સ્થિતિમાં જો સ્થળાંતર કરવાની જરૃર પડે અને
માલસામાન હટાવવાની જરૃર પડે તેવા કિસ્સામાં ક્રેઈન, જે.સી.બી,
ટ્રક, ટ્રેકટર
જેવા ઈમરજન્સી વાહનોની યાદી પણ તૈયાર કરવામાં આવેલી છે. આ અનુસંધાને ભારે વરસાદથી
કોઈ નુકશાની થાય ત્યારે વહીવટીતંત્ર તો ૨૪ કલાક ખડેપગે રહીને રાહત બચાવની કામગીરી
કરે જ છે પણ આવા સમયે જિલ્લામાં આવેલ સ્વૈચ્છીક સંસ્થાઓનો પણ વિશેષ ફાળો રહેતો હોય
છે અને આ સંસ્થાઓ વહીવટીતંત્રના સંકલનમાં રહી તમામ પ્રકારની કામગીરી કરે તે મુજબની
અગાઉથી જ તાલીમ આપી તાલીમબધ્ધ કરવામાં આવેલ છે. તમામ વિભાગોના અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશબનાસકાંઠા જિલ્લાના તમામ વિભાગોને ચોમાસા ઋતુની કામગીરી
દરમ્યાન પોતાનું હેડ કવાર્ટર ન છોડવા કલેકટર દ્વારા કડક આદેશ કરવામાં આવેલા છે. આ
ઉપરાંત જિલ્લાના તમામ ૧૪ તાલુકા હેડ કવાર્ટર ખાતે પૂર નિયંત્રણ કક્ષ પણ ૨૪ કલાક
માટે કાર્યરત કરવામાં આવેલ છે. અનિચ્છનીય બનાવ 
વખતે વીવીઆઈપી મોડમાં તમામ સિસ્ટમને એક્ટીવેટ કરવા સૂચના કોઈપણ ભયંકર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવા
સંજોગોમાં આપદા મિત્રો ખુબ જ ઉપયોગી નિવડશે. જિલ્લાના પ્રજાજનોની સુરક્ષા અને
સલામતીની ચિંતા કરતા બનાસકાંઠા કલેકટર દ્વારા તમામ અધિકારીઓને એલર્ટ રહેવા તેમજ
કોઈ અનિચ્છનીય બનાવ બને તો તુરંત જ વીવીઆઈપી મોડમાં તમામ સિસ્ટમને એક્ટીવેટ કરવા
કડક સુચના આપેલ છે. પુરની સ્થિતિમાં જીવ બચાવવા કુત્રિમ તરાપો બનાસકાંઠામાં
ઉપલબ્ધ્ધ

પાલનપુરના ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જિલ્લા પ્રોજેકટ
અધિકારી (ડીઝાસ્ટર) દ્વારા કૃત્રિમ તરાપા (વાંસ, દોરી,
અને પાણીના જુના કેરબા) પણ બનાવવામાં આવ્યા છે. આ તરાપો સમગ્ર ગુજરાતમાં ફક્ત
બનાસકાંઠાની આ ડીઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે જ જોવા મળેલ છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.