મોર્બિડ ઓબેસીટીની સારવારનો ક્લેઈમ નકારતા વીમા કંપની સામેની ફરિયાદ રદ
સુરતવીમાદારની પત્નીની લેપ્રોસ્કોપિક મીનીગેસ્ટ્રીક બાયપાસ સર્જરીનો ક્લેઈમ પોલીસી શરતના ભંગ બદલ નકારાયો હતોવીમાદારની
પત્નીની સર્જરી અંગે થયેલા રૃ2.52 લાખનો ક્લેઈમ પોલીસી શરતના ભંગ બદલ નકારનાર
વીમા કંપનીની ગ્રાહક સેવામાં ખામી બદલ થયેલી ફરિયાદને સુરત જિલ્લા ગ્રાહક તકરાર
નિવારણ ફોરમના પ્રમુખ જજ પી.પી.મેખીયા તથા સભ્યો પુર્વીબેન જોશી અને ડૉ.તિર્થેશ
મહેતાએ વીમાદારની ફરિયાદીને રદ કરી વીમા કંપનીએ યોગ્ય રીતે ક્લેઈમ નકાર્યો હોવાનો
નિર્દેશ આપ્યો છે.પીપલોદ
ખાતે સ્નેહસાગર સરીતા ખાતે રહેતા ફરિયાદી ધર્મેશ શરદ કાપડીયા પોતાના તથા પત્ની
પારુબેનની ધી ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીની કુલ રૃ.4.50 લાખની સમ એસ્યોર્ડની
મેડીક્લેઈમ પોલીસી ધરાવતા હતા.જે પોલીસી અમલમાં હોવા દરમિયાન ફરિયાદીના પત્નીને
ચાલવામાં તથા શ્વાસ લેવામાં તકલીફ બેચેની જણાતા સુરતની ખાનગી હોસ્પિટલમાં નિદાન
કરાવતા મેટાબોલિક સિન્ડ્રોમ હોવાનું
જણાવ્યું હતુ.જેથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નવેમ્બર-2017ના રોજ દર્દીની
લેપ્રોસ્કોપિક મીનીગેસ્ટ્રીક બાયપાસ સર્જરી કરાવતા કુલ રૃ.2.52 લાખનો ખર્ચ થયો
હતો.જે અંગે ફરિયાદી વીમાદારે કરેલા ક્લેઈમને વીમા કંપનીએ પોલીસી શરતના ભંગ બદલ
નકારી કાઢતાં સુરત ગ્રાહક કોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી. સુનાવણી દરમિયાન વીમા કંપની
તરફે પ્રતિક જોશીએ જણાવ્યું હતું કે ફરીયાદીએ પ્રપોઝલ ફોર્મમાં સાચી હકીકતો છુપાવી
છે.ફરીયાદીના બિમારીની સારવાર મોર્બિડ ઓબીસીટીની લગતી હોવાનો તબીબી સર્ટીફિકેટમાં
પણ જણાવાયું છે.જેથી પોલીસી શરત મુજબ વીમા કંપની મેદસ્વિતા કે તેને લગતા વજનને
નિયંત્રણમાં લેતા પ્રોગ્રામર કે આવી કોઈ સેવાનો ક્લેઈમ ચુકવવા પાત્ર નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.