તારી દુકાન આજ તો બંધ કરાવીને રહીશ’ કહીં વેપારી પર ત્રણ શખ્સનો પાઈપથી હુમલો - At This Time

તારી દુકાન આજ તો બંધ કરાવીને રહીશ’ કહીં વેપારી પર ત્રણ શખ્સનો પાઈપથી હુમલો


આનંદનગરમાં ધંધાની હરીફાઈમાં તારી દુકાન આજ તો બંધ કરાવીને રહીશ કહીં વેપારી પર ત્રણ શખ્સએ પાઈપથી હુમલો કરતાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે આનંદનગર બ્લોક નં.2 માં ફલેટ નં.19 માં રહેતાં આશીષ જયેન્દ્રભાઈ તન્ના (ઉ.વ.28) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કૃપાલસિંહ, હિતેષ અને માહિપાલ (રહે. તમામ આનંદનગર) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને તેમના કવાર્ટરમાં નીચેના ભાગે પુજા પાન નામની દુકાન આવેલ છે. તેઓની દુકાનની સામે આશાપુરા પાન નામની કેબીન આવેલ હોય ત્યાં ક્રીપાલસિંહ તેમજ તેનો ભાઈ હિતેષ બેસી વેપાર કરે છે. ગઈકાલે સાંજના સાડા સાતેક વાગયે હિતેષ ઘસી આવેલ અને કહેલ કે, તે દુકાન ભાડે રાખેલ છે તેના માલીકના નામ તથા મોબાઇલ નંબર આપ કહી કહેલ તારી દુકાન આજ તો બંધ કરાવીને રહીશ કહી ગાળો આપવા લાગેલ હતો. જે બાદ તેઓ દુકાનનું શટર બંધ કરી ઘરે જતો રહેલ હતો.
બાદમાં રાત્રીના સવા આઠેક વાગ્યા તેઓ દુકાને આવેલ ત્યારે ક્રીપાલ સામુ જોતો હોય જેથી ફરિયાદીએ તેના માતાપિતાને બોલવેલ અને તેની કેબીને જઈ કહેલ કે, ખોટી મગજમારી ન કરો તેમ વાત કરેલ અને મગજમારી ન થાય તે માટે અમારી દુકાને જતા રહેલ ત્યારે ત્રણેય શખ્સો દુકાને ઘસી આવેલ અને માર મારવા લાગેલ અને તે વખતે તેમના માતા-પિતા છોડાવવા વચ્ચે પડતા તેનો સોનાનો ચેઇન તુટી પડી ગયેલ હતો.
બનાવ અંગેની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી પીઆઇ એમ.એમ.સરવૈયા અને ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.