દહેગામ ના સામેત્રી ગામમાં ગરીબ પરિવારમાંથી અજાણ્યા ઈસમો 35 જેટલાં બકરા ચોરી ગયા
દહેગામ તાલુકાના ગામડાઓમાં વારંવાર મંદિર માં ચોરી ભેંસ ચોરી ના બનાવો તેમજ ગેસ બાટલા ની ચોરીના બનાવો શાળાઓમાં ચોરી જેવા બનાવો સામે આવી રહ્યા છે.છતાં રખિયાલ પોલીસ આ બનાવો રોકવામાં નિષ્ફળ નીવડી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રખિયાલ પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ સામેત્રી ગામમાં ગરીબ પરિવારમાં રહેતા દેવીપુજક મેહુલભાઈ ઉકાભાઇ ના ઘર આંગણે બાંધેલ 35 જેટલા બકરાને રાત્રે અજાણ્યા ચોર દ્વારા બકરા ચોરી નાસી જતા દિવાળી ટાણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વધુ માહિતી મુજબ સામેત્રી ગામમાં રહેતા દેવી પૂજક મેહુલભાઈ ના ઘર આંગણે 40 જેટલાં બકરા બાંધી સુતા હતા ત્યારે રાત્રે 2 વાગ્યાં બાદ કોઈક અજાણ્યા ઈસમો બકરા ને ગાડીમાં નાખી રહ્યા હોય અવાજ સાંભરી મેહુલભાઈ જાગી જતા 35 બકરા ગાડીમાં નાખી ચોરો નાસી છૂટ્યા હતા જયારે 5જેટલાં બકરા નો આબાદ બચાવ થયેલ છે. એક બાજુ દિવાળી ના દિવસો નજીક છે ત્યારે આ ગરીબ પરીવાર ઉપર મોટી આફત આવી.પોતાનુ જીવન નિર્વાહ આ પશુ પર આધારિત હોય ચોરી થતાં પરીવાર પર ફફડતા વ્યાપી રહ્યો છે. સામેત્રી ગામ માં હોમગાર્ડ પોઈન્ટ મુકેલા છે એમાં એક પોઈન્ટ ઉપર હોમગાર્ડ રાત્રે હાજર ન રહેતા આ ચોર પોતાના હાથ સાફ કરી ગયા તેવી લોક ચર્ચાઓ ચાલી રહી છે
રીપોર્ટર... મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.