વડોદરા : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ડિજિટલ રથનું પ્રસ્થાન કરાયું - At This Time

વડોદરા : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ડિજિટલ રથનું પ્રસ્થાન કરાયું


- સમિતિની 121 શાળાઓના વિવિધ વિસ્તારોમાં આ રથ ફરીને શિક્ષણ વિષયક જાગૃતિ કેળવશેવડોદરા,તા.23 જુલાઈ 2022,શનિવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ અને શિક્ષણના પ્રચાર પ્રસાર માટે તૈયાર કરવામાં આવેલ ડિજિટલ રથનું આજરોજ  પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ 121શાળાઓના વિવિધ વિસ્તારોમાં ફરીને શિક્ષણ વિષયક જાગૃતિ કેળવવા માટે તથા બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તે હેતુસર સમિતિ દ્વારા આ રથનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથમાં એક ડિજિટલ ડીસપ્લે દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તથા ગુજરાત સરકાર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોના વિકાસ અને  શિક્ષણ માટે કરવામાં આવતા પ્રયાસોનું નિદર્શન કરવામાં આવ્યું છે. રથનું પ્રસ્થાન કરાવતા વડોદરાના મેયરએ જણાવ્યું હતું કે, શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં બાળકો પ્રવેશ લે, લોકો સુધી શિક્ષણ સુધીની પહોંચ વધે, તેઓ પોતાના બાળકોને સમિતિની શાળાઓમાં મળતા સરકારી લાભો અપાવી શકે તે માટે આ રથનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમિતિની શાળાઓમાં બાળકોને મળતા શિષ્યવૃત્તિના લાભો, ગણવેશ, મધ્યાહન ભોજન, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બાળકોને કરાવવામાં આવતી તૈયારીઓ, પીએસઈ, એનએમએમએસ, જેવી પરીક્ષાઓ માટે મદદરૂપ થતી એપ્લિકેશન બેઝ સુવિધાઓની માહિતી પણ પુરી પાડવામાં આવશે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા બાળકો માટે જી-શાલા એપ્લિકેશનનું જે નિર્માણ કરવામાં આવ્યું છે, તેમાં ધોરણ 1 થી 12 તમામ ધોરણનો અભ્યાસક્રમ સરકારી શાળાઓના બાળકો માટે વિના મૂલ્યે ઉપલબ્ધ છે, તેની જાણકરી પણ આપવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.