હળવદ પંથકમાં મેઘમહેર થતાં દીધડીયા નદી ઓવરફ્લો
- મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યુહળવદ : હળવદ શહેર અને તાલુકા પંથકમાં મેઘમહેર ચાલુ રહેતા દીધડીયા
નદી ઓવરફ્લો થઇ છે. તેમજ ગોલાસણ ગામે આકાશી વિજળી પડતા મકાન અને વીજ ઉપકરણને
નુક્શાન થયુ હતું. જો કે મેઘરાજાની કૃપા થતાં મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યુ
હોવાની લાગણી ખેડૂત પરિવારો અનુભવી રહ્યાં છે.જાણવા મળ્યા મુજબ હળવદના ગોલાસણ ગામે આકાશી વિજળી ત્રાટકી
હતી. તેમજ વાડી વિસ્તારમાં મકાન પર વિજળી પડી હોવાના અહેવાલો મળી રહ્યાં છે. વીજળી
પડવાથી મકાનનો કઠોળો ભાંગી ગયો હતો અને
વિજ ઉપકરણો બળી ગયા હતાં. જો કે સદ નસીબે જાનહાની ટળી જતા લોકોએ રાહતની
લાગણી અનુભવી હતી.
હળવદ પંથકમાં મેઘકૃપાએ વરસાદીપાણી ઠાલવી દેતાં પંથકના નદી, નાળાં અને
ચેકડેમમા ભરપુર નવા નીર આવ્યા છે અને દીધડીયા નદી આઓવરફોલો થઈ હતી. ઉપર વાસમાં
ભારે વરસાદથી નદી બે કાંઠેવહેવા લાગી હતી. જેથી લોકો પાણી જોવા ઉમટી પડયા હતા.
પંથકમાં આખરે મેઘસવારી આવી પહોંચી હતી.
સમગ્ર દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ
રહ્યું હતું. મેધરાજાની એન્ટ્રી થતાં મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે. શહેર અને
ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસતા હાલ સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે.
દીધડીયા અને પાંડાતીરથ નજીક નદીમા નવા નિર
આવતા જળ સપાટી સતત વધતી જઈ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.