કેશોદ તાલુકામાં ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ - At This Time

કેશોદ તાલુકામાં ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ


કેશોદ તાલુકાના ઘેડ પંથકના વિસ્તારમાં ભારે વરસાદ અને ઉપવાસના ડેમોના પાણી આવવાના કારણે નદિઓ ઓવર ફ્લો થાય અથવા નદિના પાળાઓ તુટવાના કારણે સમગ્ર ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાયછે કેશોદ તાલુકાના બામણાસા સરોડ ખમીદાણા અખોદર પંચાળા બાલાગામ પાડોદર સહીત કેશોદ તાલુકાના ગામો તથા મટીયાણા આંબલીયા સહીતના માણાવદર તાલુકાના ગામો તેમજ સાંઢા સરમા સામરડા ભાથરોટ હંટરપુર ઓસા પાદરડી ફુલરામા બગસરા સહીતના માંગરોળ તાલુકાના ગામો સહીત ઘેડ પંથક બેટમાં ફેરવાઈ જાયછે કેશોદ તાલુકાના ઘેડ વિસ્તારમાં પસાર થતી નદીઓમાં ઓઝત નદી સાબળી નદી મધુવંતી નદી ઉબેણ નદી ઉતાવળીયો નદી અને ટીલોળી નદી પસાર થતી હોય ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી અને ડેમના દરવાજા ખોલવામાં આવતાં હોય જેથી ઘોડાપુર આવતાં ખેડૂતોનાં ખેતરોમાં પાણી ફરી વળતાં ઉભાં પાક સાથે ખેતરોમાં નુક્સાન થાયછે હાલમાં વધુ વરસાદ અને નદિઓ ઓવર ફ્લો થતા અને નદિઓના પાળાઓ તુટી જવાથી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા કેશોદના ઘેડ પંથકના નદી કિનારે આવેલા ખેતરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘુસી જતા ખેતપેદાશો અને માલ ઢોરના ઘાંસચારા અને જમીન ધોવાણ થતા મોટાપાયે નુકસાની થયેલીછે

કેશોદના ઘેડ પંથકના વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાઈ જવાનાં કાયમી ધોરણે ઉકેલ લાવવા ઓઝત નદી અને સાબળી નદી પરનાં ડેમની ઊંચાઈ વધારવા ઉપરાંત બામણાસા ગામેથી આગળનાં ભાગે ઓઝત નદી અને ઉતાવળીયો નદી ટીલોળી નદી મધુવંતી નદી અને ઉબેણ નદીનાં વહેણમાં દબાણો દૂર કરી પહોળી અને ઉંડી કરવામાં આવે તો જ ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાતી અટકી શકે એવો સુર દર વર્ષે ઘેડ પંથકના ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવ્યોછે કેશોદના ઘેડ પંથકના અમુક ખેતરોમાં પાણી ફરી વળતાંની સાથે રેતી ઘુસી જતા ખેડૂતો બેહાલ બની જાયછે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જીલ્લા પંચાયત હસ્તકના તુટી ગયેલાં રસ્તાઓ વહેલાસર બનાવવામાં આવે તો વાહનચાલકોને આવવા જવા માટે પડતી મુશ્કેલીઓનો પણ અંત આવી શકે એમછે
ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાયછે ત્યારે અનેક પરિવારોની ઘરવખરી પલળી જાયછે પશુઓનો ઘાંસચારો તથા ખેતરો અને ખેત પેદાશોમાં મોટાપાયે નુકસાન થાયછે દર વર્ષે નદિઓ ઉંડી પહોળી કરવા લેખીત મૌખિક રજુઆતો અગાઉના વર્ષોમાં આવેદનપત્ર અપાયાછે છતાં કોઈ નિરાકરણ થતું નથી ભાજપ કોંગ્રેસ આપ સહીતના રાજકીય આગેવાનો ઘેડ પંથકની મુલાકાતે આવેછે લોકોની રજુઆતો સાંભળેછે આશ્વાસન આપેછે પણ મોટાભાગના પ્રશ્નો હલ થતા નથી ત્યારે દર વર્ષે પુરની પરિસ્થિતિમાં રહેતા ઘેડ પંથકના રહેવાસીઓ દર વર્ષે નુકસાની સહન કરેછે
હાલના વર્ષે કેશોદમાં 433 મીમી વરસાદ નોંધાયોછે હજુ ચોમાસું બાકી હોય હાલમાં કુલ સતર ઈંચ જેટલા વરસાદમાં આવી પરિસ્થિતિછે આગામી દિવસોમાં વધુ વરસાદ થશે અને આજે સાબલી નદિના દરવાજા દોઢ ફુટ ખોલવામાં આવ્યા છે ત્યારે ઘેડ પંથકમાં શુ પરિસ્થિતિ નિર્માણ થશે તે જોવાનું રહ્યું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.