જૈન સમાજના જીવદયા પ્રેમી ડો. ગીરીશભાઈ શાહના સંકલન થકી દાતા ચંદ્રકાન્તભાઈ ગોગરી દ્વારા બ્રેકર સાથે હિટાચી મશીનનુ ગીરગંગા પરિવાર ટ્રસ્ટને અર્પણ - At This Time

જૈન સમાજના જીવદયા પ્રેમી ડો. ગીરીશભાઈ શાહના સંકલન થકી દાતા ચંદ્રકાન્તભાઈ ગોગરી દ્વારા બ્રેકર સાથે હિટાચી મશીનનુ ગીરગંગા પરિવાર ટ્રસ્ટને અર્પણ


જૈન સમાજના જીવદયા પ્રેમી ડો. ગીરીશભાઈ શાહના સંકલન થકી દાતા ચંદ્રકાન્તભાઈ ગોગરી દ્વારા બ્રેકર સાથે હિટાચી મશીનનુ ગીરગંગા પરિવાર ટ્રસ્ટને અર્પણ

રાજકોટ
સૌરાષ્ટ્ર ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૮૦ થી વધુ યેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ આર્થિક મોટો ફાયદો થવાથી પશુ પક્ષી અને જીવજંતુને સર્વેની રક્ષા થઇ રહી છે. ગીગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ બોર રીચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. A સૌરાષ્ટ્ર ગુજરાતમાં ૧૧,૧૧૧ ચેકડેમો બનાવવાનો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા ૧૦૦ હિટાચી
મશીનની જરૂરીયાત હોઈ તેમાં જૈન સમાજના જીવદયા પ્રેમી ડો. ગીરીશભાઈ શાહના સંકલન થકી ચંદ્રકાન્તભાઈ ગોગરી-આરતી ફ્રાઉન્ડેશન દ્વારા એક બ્રેકર સાથે હિટાચી મશીનનુ દાન મળ્યું છે. જેનું લોકાર્પણ, વેજાભાઈ રાવલીયા 'સીઝન્સ હોટેલ", અવધ રોડ, કાલાવડ રોડ ખાતે પરમ પૂજયશ્રી પરમાત્માનંદ સરસ્વતીજીના વરદ હસ્તે મહાનુભાવોની હાજરીમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને અર્પણ કરેલ છે. સમારોહમાં આંતરરાષ્ટ્રીય કન્વીનર હિન્દુ ધર્માચાર્ય મહાસભા પરમ પૂજ્યશ્રી પરમાત્માનંદ સરસ્વતીજી એ વરસાદી પાણી એ કુદરતી અમુલ્ય ભેટ છે તેને પ્રસાદ રૂપે જતન કરવું જોઈએ અને આ કાર્ય માં વધુમાં વધુ લોકો જોડાય તેવા આશીર્વચન આપ્યા હતા. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા એ જણાવેલ કે સરકાર શ્રી માં જોડાયેલા દરેક લોકો આ કાર્ય ને સહયોગ આપે અને આ કાર્ય વધુ માં વધુ સરળ બને તેના માટે ખાતરી આપી છે ડૉગીરીશભાઈ શાહ દ્વારા લોકો ને ખુબ સરસ મજાની યોજના દ્વારા વરસાદી પાણી ને વધુમાં વધુ જમીન માં ઉતારવા ઉધોગપતિ ઓએ પોતાની ઇન્ડસ્ટ્રી ના નામે ટેકટર,ડમ્પર જેસીબી,હિટાચી,જેવા સાધનો ગીરગગા પરિવાર ટ્રસ્ટ ને ભેટ આપીને વરસાદી પાણી બચાવવા માટેની યોજના સમજાવી હતી. આ કાર્યક્રમમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, મુંબઇથી દેવેન્દ્રભાઈ જૈન, અમુભાઈ ભારદીયા, વિરાભાઈ હુંબલ, પરેશભાઈ ભાલોડીયા, શૈલેષભાઈ સરશીયા, ડો.વલ્લભભાઈ કથીરિયા, ગોપાલભાઈ બાલધા, વસંતભાઈ લીંબાસીયા, પ્રવીણભાઈ ભુવા, જગદીશભાઈ ભીમાણી,ભરતભાઈ ભીમાણી ધીરુભાઈ કાનાબાર, ભરતભાઈ ભુવા, હરીશભાઈ લાખાણી, રમેશભાઈ ઠક્કર, કરુણા ફાઉન્ડેશન જીવદયા પ્રેમી- મિતલભાઈ ખેતાણી, વસંતભાઈ લીંબાસીયા ।, રામજીભાઈ માલાણી, કમલનયનભાઈ સોજીત્રા, ભરતભાઈ ગાજીપરા, વકીલ સુરેશભાઈ ધીરુભાઈ કાનાબાર, દિનેશભાઈ ચોવટિયા, ગૌતમભાઈ પટેલ,હંસરાજભાઈ ગજેરા કાન્તીભાઈ ભૂત, પ્રકાશભાઈ કનેરિયા સતીશભાઈ બેરા, ગુણુભાઈ ડેલાવાળા, ભુપેન્દ્રભાઈ વેકરીયા હરિભાઈ ચૌહાણ, વન્ટ્રીગ્રુપ ના મેમ્બર, રશ્મીભાઈ મોદી અશોકભાઈ મોલિયા, મનીષભાઈ માયાણી, રતિભાઈ ઠુમ્મર, વિઠ્ઠલભાઈ બાલધા, રમેશભાઈ જેતાણી તેમજ ઘણા ભાઈઓ અને રમાબેન માવાણી, મુત્તાબેન મોલિયા, તેમજ અનેક બહેનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિત્તલ ખેતાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.