વેરાવળ: જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના હસ્તે થયું સરકારી જિલ્લા ગ્રંથાલયનું ઉદ્ઘાટન
વેરાવળ: જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના હસ્તે થયું
સરકારી જિલ્લા ગ્રંથાલયનું ઉદ્ઘાટન
----------
સ્પર્ધાત્મક પરીક્ષાથી લઈ સાહિત્ય: ૩૫૦૦થી વધુ
પુસ્તકો છીપાવશે વાંચકોની વાંચનભૂખ
----------
સવારે ૮થી સાંજે ૬.૦૦ સુધી કાર્યરત રહેશે લાઈબ્રેરી,
પાંચ વર્ષની સભ્ય ફી ૧૧૦ રૂ.
----------
ગુજરાતી-અંગ્રેજી નવલકથા, બાળકથાઓ, ન્યૂઝપેપર,
મેગેઝિનના અઢળક ખજાનાથી સમૃદ્ધ લાઈબ્રેરી
----------
ગીર સોમનાથ, તા.૨૮: ‘જ્ઞાનની જ્યોતિથી માનવમનનો અંધકાર દૂર કરી શકાય છે.’ આ ઉક્તિને અનુલક્ષી આઝાદીના અમૃત મહોત્સવ પર્વની ઉજવણીના ભાગરૂપે રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું ગાંધીનગરના નિયામકશ્રી ડૉ.પંકજ ગોસ્વામી અને ભાવનગર મદદનીશ ગ્રંથાલય નિયામક શ્રી આર.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પંચવટી સોસાયટી, શીતળા માતાના મંદિર પાસે, ૬૦ ફૂટ રોડ વેરાવળ ખાતે સરકારી જિલ્લા ગ્રંથાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથિ જિલ્લા કલેક્ટર શ્રી આર.જી.ગોહિલના હસ્તે રીબીન કાપી ગીર સોમનાથના શહેરીજનો માટે ગ્રંથાલય ભવન ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. લાઈબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકો સહિત બાળ પુસ્તકો, ગુજરાતી તેમજ અંગ્રેજી નવલકથાઓ, ગુજરાતી સાહિત્ય, ન્યૂઝપેપર તેમજ મેગેઝિન સહિત ૩૫૦૦ કરતાં પણ વધુ પુસ્તકો વાંચકોની વાંચનક્ષુધા સંતોષશે. લાઈબ્રેરીનો સમય સવારે ૮થી સાંજે ૬.૦૦ સુધી રહેશે. ઉપરાંત પુસ્તક આપ-લે વિભાગનો સમય સવારે ૧૦.૩૦થી ૬.૧૦નો રહેશે. લાઈબ્રેરીની પાંચ વર્ષની સભ્ય ફી ૧૧૦ રૂ. રાખવામાં આવી છે.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગ્રંથપાલ મહેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામા આવી હતી. જ્યારે રાજ્ય મધ્યસ્થ ગ્રંથપાલ જે.કે.ચૌધરી, નિવૃત્ત ગ્રંથપાલ શ્રી કિશોરભાઈ રાવલ તેમજ મુકુન્દરાય રાવલ, મદદનીશ ગ્રંથપાલ અલ્પેશ નકુમ, રાજ્ય મધ્યસ્થના ક્લાર્ક ભાવેશભાઈ ઘોન્ડે, સીનિયર સિટીઝન અને એડવોકેટ પંડ્યા સાહેબ, સંજયભાઈ પંડ્યા અને મયુરભાઈ પંડયા તેમજ જિલ્લા પુસ્તકાલય જૂનાગઢ સ્ટાફના કર્મચારીઓની પણ ઉપસ્થિતિ રહી હતી.
00 000 00 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.