યાજ્ઞિક રોડ પર પાર્કિંગ મામલે બે વેપારીઓ વચ્ચે જાહેરમાં વાઇપરથી મારામારી - At This Time

યાજ્ઞિક રોડ પર પાર્કિંગ મામલે બે વેપારીઓ વચ્ચે જાહેરમાં વાઇપરથી મારામારી


શહેરમાં મારામારીના બનાવો સામાન્ય બની ગયા હોય તેમ લોકો જાહેરમાં બાખડી રહ્યા છે ત્યારે યાજ્ઞિક રોડ પર પણ બે પ્રબુધ્ધ વેપારી વચ્ચે લુખ્ખાઓની જેમ મારામારી પર ઉતરી આવતા ત્યાંથી પસાર થતાં લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. પાર્કિગ મામલે થયેલ મારામારીમાં બંને વેપારીઓ ઘવાયા હતા. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે આવેલ રાજમંત્ર કોલ્ડ્રીંક્સ અને નાઇસ એન્ડ ન્યુ નામની દુકાનો આવેલ છે. બંને દુકાનો બાજુ બાજુમાં આવેલ હોવાથી બંનેના પાર્કિંગ પણ એક જ જગ્યાએ આવેલા છે. રાજમંત્ર કોલ્ડ્રીંક્સના માલીક અભિષેક ઠુમ્મર તે જગ્યાનો ઉપયોગ પોતાના ધંધા માટે કરવા લાગેલ હતા.
તે જગ્યાએ તેઓ પોતાની ખુરશીઓ પાથરવા લાગ્યા હતા. જ્યારે બાજુમાં આવેલ નાઇસ એન્ડ ન્યુ નામની દુકાનના સંચાલક અલ્પેશભાઇ ઉકાણી પોતાની કાર ત્યાં પાર્ક કરતા હોવાથી બંને વચ્ચે અણ બનાવ ચાલતો હતો.
દરમ્યાન આજે સવારે નાઇસ એન્ડ ન્યુ દુકાનના માલિક અલ્પેશભાઇ પોતાની રેન્જરોવર કાર લઇ દુકાને પહોંચ્યા અને કાર પાર્કિંગમાં પાર્ક કરવા જતાં હતા ત્યારે પાર્કિગની જગ્યાએ રાજમંત્ર કોલ્ડ્રીંક્સવાળા અભિષેક ઠુમ્મરે ખુરશીઓ પાથરી નાખી હતી.
જે મામલે બંને વેપારીઓ વચ્ચે ઉગ્ર માથાકુટ થઇ હતી બાદમાં કારના વાઇપરથી મારામારી થતાં બંને વેપારીઓ ગંભીર રીતે ઘવાયા હતા. બંને વેપારીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.