બીમારીથી કંટાળી નિવૃત સફાઈ કામદારનો આપઘાત
શહેરના સામાકાંઠે પેડક રોડ પર આવેલ બી ડીવીઝન પોલીસ સ્ટેશનની બાજુમાં વાલ્મીકી આવાસમાં રહેતા હિંમતભાઈ પ્રેમજીભાઈ ગડીયલ (ઉ.64)એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા રાજકોટ સીવીલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન દમ તોડયો હતો. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ હિંમતભાઈ રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા. નિવૃત્તિ બાદ અત્રે વાલ્મીકી આવાસમાં રહેતા હતા.
ગઈકાલે રાત્રે 11 વાગ્યા આસપાસ પોતાના ઘરે જ ઝેરી દવા પી લેતા પરીવારના સભ્યોએ તેને સીવીલા હોસ્પીટલમાં દાખલ કર્યા હતા જયાં સારવારમાં તેમનું મોત નિપજયું હતું. પરીવારજનોના જણાવ્યા મુજબ હિંમતભાઈને ડાયાબીટીશની બીમારી હતી. તેનાથી કંટાળી આપઘાત કરી લીધો હતો. મૃતક બે બહેન અને ચાર ભાઈઓમાં મોટા હતા સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા વાલ્મીકી પરીવારમાં શોક છવાયો હતો
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.