જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા 'લોકશાહી બચાવો, સંવિધાન બચાવો' શીર્ષક હેઠળ ધરણા પ્રદર્શન યોજાયું - At This Time

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા ‘લોકશાહી બચાવો, સંવિધાન બચાવો’ શીર્ષક હેઠળ ધરણા પ્રદર્શન યોજાયું


- પેટ્રોલના ભાવ ૫૬ થી ૯૬ રૂપિયા જ્યારે ગેસ સિલિન્ડરના ૩૭૮ થી ૮૩૬ સુધી પહોંચાડવા મોદીજીને થેન્ક્યુ ના પોસ્ટર દર્શાવાયાજામનગર,તા.27 ઓગષ્ટ 2022,શનિવારજામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા 'લોકશાહી બચાવો સંવિધાન બચાવો'ના શીર્ષક હેઠળ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, અને પેટ્રોલના ભાવ ૫૬ થી ૯૬ સુધી પહોંચાડવા રાંધણ ગેસના ભાવ ૩૭૮ થી ૮૩૬ સુધી પહોંચાડવા અને તેલના ડબ્બા ના ભાવ ૯૦૦ થી ૨,૭૦૦ રૂપિયા પહોંચાડવા માટે મોદીજીને થેન્ક્યુ સાથેના કટાક્ષ વાળા પોસ્ટરો દર્શાવાયા હતા. જામનગરના લાલ બંગલા સર્કલમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવડીયા, તેમજ શહેર પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં કોંગ્રેસના અગ્રણી હોદ્દેદારો, કોર્પોરેટરો વગેરે ધરણા પર બેઠા હતા. અને રાંધણ ગેસના ભાવ વધારા, પેટ્રોલ ડીઝલ તેમજ ખાદ્યતેલના ભાવ વધારાના સંદર્ભમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું .અને ધરણા યોજ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.